________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्रास्ताविक
-
X-e
श्रीमुनि- | ઉપરિ નિર્દિષ્ટ ત્રણ પ્રતિઓમાંથી, પહેલી અને બીજી પ્રતિનો, પ્રેસ કોપી, સંપાદન અને સંશોધનાદિમાં વધારે ઉપયોગ | सुव्रतस्वामि-*
કર્યો છે. ડહેલાના ઉપાશ્રયની પ્રતિ, પાઠનિર્ણય કરવામાં ઘણી સહાયભૂત થઈ છે. અમારી પાસે આવેલી પ્રતિઓમાં चरितम्
મહત્ત્વના પાઠભેદો ન હોવાથી, અમે અહીં પાઠાન્તરો આપ્યાં નથી. જે પ્રતિનો પાઠ અમને વધારે શુદ્ધ અને સંગત લાગ્યો તે અમે ત્યાં જ આપી દીધો છે. અનુસ્વાર અને કાન-માત્રા તો અનેક સ્થલે અમારે મૂકવાં પડ્યાં છે. ગ્રન્થમાં | આવતાં કઠિન શબ્દો ઉપર, તેના સરલ પર્યાય શબ્દોની ટિપ્પણી પણ, કેટલાંક સ્થલોએ આપી છે. પ્રત્યેક પૃષ્ઠ ઉપર તે પાનાના મુખ્ય વિષયની નોંધ આપેલી હોવાથી, અનુક્રમણિકા આપવાનું અમને યોગ્ય લાગ્યું નથી. આભા-દર્શન અને ક્ષમાયાચના
પ્રસ્તુત ગ્રન્થનું પ્રકાશન, પૂ. પાઠક પ્રવર શ્રીમદ્જયંતવિજયજી ગણિવરની શ્રુતભક્તિની ભાવનાના કારણે જ શક્ય બન્યું છે. ચ પ્રકાશન માટે આવશ્યક દ્રષ્ય-સાહ , પણ તેઓશ્રીએ પોતાના સદુપદેશ દ્વારા, આ ગ્રંથની પ્રકાશક સંસ્થાને અપાવી છે,
આ ગ્રન્થના સંપાદનકાર્યમાં, મુકેના સંશોધનમાં, તથા ટીપ્પણોના આલેખનમાં, અમારા પરમપૂજ્ય ગુરૂદેવ શ્રીમદ્વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજએ પ્રદાન કરેલી સાહાયની નોંધ લખવી પડે ખરી ? જેમનો ઉપકાર સાર્વત્રિક અને સાર્વદિક હોય, તેનો ઉલ્લેખ કરવાને શબ્દો શક્તિમાન હોતા નથી.
ગ્રન્થકારના આશયથી વિરુદ્ધ જતું કાંઈ પણું સંશોધન, મતિમંદતાદિના યોગે થઈ ગયું હોય તે, ગ્રન્થકારમહર્ષિની ક્ષમા યાચીયે છીએ.
આ ગ્રન્થના સંપાદનાદિમાં રહેલી અપૂર્ણતાઓને સુધારીને, શ્રીજિનેશ્વરદેવના ચરિત્રામૃતનું પાન કરી, વાચકો શાશ્વતાનન્દના ભોગી બનો એજ શુભાભિલાષા સદાય સેવીએ છીએ અમરજૈનશાલા, ટેકરી; ખંભાત.
પૂ. આચાર્યદેવશ્રીમદ્વિજયલબ્ધિસૂરીશ્વરચરણચચરીક, વિ. સં. ૨૦૧૩ પોષ સુદિ ૬,
પંg વિક્રમવિજય ગણી. વીર સં. ૨૪૮૩, આત્મ સં. ૬૧.]
મુનિ ભાસ્કરવિજય.
-
*
* *
For Private and Personal Use Only