________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પારુ
તેત્રીશ સંઘાતે પહોંચ્યા શિવપુર ઠાય, ચોવીશીને ચા. પટ દરિસનને આપ, સર્વ જિન સમરતાં. જાવે ભવના પાપ. ...૨ ચૈત્ર વદ ચોથે, કેવલ નાણ લહંત, વિસમે જિનવર, ત્રિગડે તેજ તપત. તિહાં ધર્મ પ્રકાશે. દાન શીયલ તપ ભાવ, આરાધો ભવિયણ, બેસી વર મણું દાવ, ...૩ ધરણેન્દ્ર પદ્માવતી, સેવે પ્રભુના પાય, જેસરે જિનવર, તેહની કરે સહાય, પાસ જિન સેવાથી, દુઃખ દેહગ સવિ જાય, જિન હુકમ આરાધો, મન વંછિત ફલ થાય, ૪
પાશ્વનાથ ભગવાન ની થાય.
(રાગ - મનહર મૂર્તિ મહાવીર તણું) શંખેશ્વર પાસ જુહારીયે, દેખી લેચન ઠારીયે, પુજી પ્રણમીને સેવા સારીયે ભવસાયર પાર ઉતારીયે, -૧ શંત્રુજ્ય ગિરનાર વર્યા પ્રભુ આબુ અષ્ટાપદ સિવવર્યા, એવા તીરથ પાયલાગીયે, ઝાઝા મુકિત તણા સુખ માંગીયે, – સમવસરણ આવી પર્ષદા મળે, સ્વામી ઉપર છત્ર ચામર ઢળે, વાણી સુણતાં સવિ પાતક ટળે, ભવિ છવના મનવછિત ફળે. -૩ પદ્માવતી પર પુરતી, સેવકનાં સંકટ ચૂરતી, પાશ્વ જિનનો મહિમાં વધારતી, વીર વિજ્યના વછિત પુરતી. -૪
For Private And Personal Use Only