________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯૭
સિધચક્રની થાય.
(રાગ – વીર જસર અતિ અલસર) આસો ચૈિત્રી આંબલ ઓળી, નવ નવની નવ વાર છે. પડિકકમણાં પડિલેહણ બેટક, ત્રિકાલ પૂજા સાર છે. દેરાસરના દેવ જુહાર, દેવ વદન ત્રણ વાર જી. ત્રિકરણ શુધે તે ગણણું ગુણજે, તેર તથા દેય હજાર છે. ૧ પ્રાસાદ પ્રતિમાં અષ્ટાપદ રૂષભાદિની કીજે છે. સંઘ તિલકને સાતમી વચ્છલ, દાન સુપાત્રે દીજે જી. જ્ઞાને પગરણ પોથી પ્રભાવનાં, રાત્રિજગા નવનવકીજે જી. વિત અનુમાને ઉજમણું કીજે માનવભવ ફલ લીજે છે. ૨ શ્રી ગૌતમ કહે નિસુણે શ્રેણુક, સકલ આગમ અનુસાર જી.
અરિહંત સિદ્ધ આચાર્ય વાચક સાધુ સદા સુખકાર છે. દર્શન નાણ ચારીત્ર તપને, મહિમા આગમ અપાર છે. આરાધન શ્રીપાલની પેરે, જિમ પામે ભવપાર છે. ૩ શ્રી સિદ્ધચક્રની સેવા કરતાં, સાનિધ કરે સંભારી છે. શ્રી વિમલેસર સમકિત ધારી જિન શાસન હિતકારી છે. રોગ શોગ દુઃખ દેહગ ચૂરે. પુરે સંપદા સારી છે, શ્રી રૂપવિજય મુનિ માણેક સંઘને, નિત નિત જય જ્યકારી છે. ૪
દિવાળીની થાય
(રાગ – શ્રી શત્રુંજય તીરથસાર) શાસન નાયક શ્રી મહાવીર, સાત હાથ હેમ વરણ શરીર, હરિવંછન જિન ધીર, જેહને ગૌતમ સ્વામી વજીર મદન સુભટ ગંજન વડવીર, સાયર પરે ગંભીર કાર્તિક અમાવાસ્યા નિરવાણ, દ્રવ્ય ઉદ્યોત કરે નૃપ જાણ, ૩૨
For Private And Personal Use Only