________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૭
તારણ આવ્યા નેમ, પશુ માં પોકાર; મોટો કોલાહલ થયો નેમજી કરે વિચાર. -૨ જે પરણું રાજુલને, જાય પશુના પ્રાણ; જીવદયા મનમાં વસી ત્યાંથી કીધું પ્રયાણ. -૩ તોરણથી રથ ફેરવ્ય, રાજુલ મુછિત થાય, આંખે આંસુડાં વહે, લાગે તેમને પાય. -૪ સોગન આપુ મહારા, વળી પાછી એકવાર નિર્દયથી શું હાલમાં કીધે મારે પરિહાર. -૫ જીણી ઝબૂકે વીજળી, ઝરમર વરસે મેહ, રાજુલ ચાલ્યાં સાથમાં વૈરાગે ભીંજાણી દેહ. -૬ સંયમ લેઈ કેવલ વર્યા એ, મુકિત પુરીમાં જાય; નેમ રાજુલની જેડને, જ્ઞાન નમે સુખદાય. -૭
શ્રી પાર્શ્વનાથનું ચૈત્ય વંદન -
સકલ ભવિજન ચમત્કારી, ભારી મહીમા જેહને; નિખિલ આતમરામ રાજીત, નામ જપીએ તેહને દુષ્ટ કર્માષ્ટક ગજરી જે, ભવિક જનમન સુખકરે; નિત્ય જાપ જપીએ, પાપ ખપીએ, સ્વામી નામ સખેશ્વરે – બહુ પુન્ય રાશી, દેશ કાશી, તથ નયરી વણારસી, અશ્વસેન રાજા, રાણુ વામા, રૂપે રતિ તનુ સારિખી; તાસકુખે સુપના ચૌદ સુચીત, સ્વર્ગથી પ્રભુ અવતર્યા નિત્ય – પિસમાસે કૃષ્ણ પક્ષે, દશમી દિન પ્રભુ જનમીયા, સુરકુમારી સુરપતિ ભકિત ભાવે, મેરૂ શ્રગે સ્થાપિયા પ્રભાતે પૃથ્વીપતિ પ્રદે જન્મ મચછવ અતિ કનિત્ય. –૩
For Private And Personal Use Only