________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૪
શ્રી શાંતિનાથનું ચિત્ય વંદન
શાંતિકરણ શ્રી શાંતિનાથ, અચિરારા નંદ, વિશ્વસેન રાય કુલ તિલક, અમીયતણોએ કંદ. -૧ ધનુષ ચાલિશની દેહડી, લાખ વરસનું આય, મૃગલંછન બીરાજતા, સોવન સમ કાય. -૨ શરણે આવ્યું પારેવડું જીવદયા પ્રતિપાલ, રાખ રાખતું રાજવી, મુજને સિંચાણે ખાય.-૩ જીવથી અધિક પારેવડું રાખ્યું તે પ્રભુ નાથ. દેવમાયા ધારણ સમે, ન ચડયા મેઘરથ રાય. –૪ દયાથી દ પદવી લહીએ, સોળમા શાન્તિનાથ, પુન્ય સિદ્ધિ વધુ વર્યા, મુકિત હાથે હાથ. -પ
શ્રી શાંતિનાથજીનું ચિત્ય વંદના દશમે ભવે શ્રી શાંતિ જિન, મેઘરથ રાજા નામ પિસહ લીધે પ્રેમથી, આત્મ સ્વરૂપ અભિરામ. ૧ એક દિન ઈદે વખાણી, શ્રી મેઘરથ રાય; ધમે ચલાવ્યા નવિચલે જે પ્રાણ પરલેક જાય. ૨ દેવે માયા ધારણ કરી, પારે સિચાણે થાય; અણધાર્યું આવિ પડયું, પારેવું ખોળામાંય. ..૩ શરણે આવ્યું પારેવડું થર થર કંપે રાય, રાખ રાખ તું રાજવી, મુજને સિંચાણ ખાય. ...૪ જીવદયા મનમાં વસી, કહે સિચાણો એહ; નહીં આપું પારેવડું કહેતે આપુ દેહ, ૫
For Private And Personal Use Only