________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
४७२
સિધાચળનું ચિત્ય વંદન
સોના રૂપાના ફુલડે સિદ્ધાચળને વધાવું દયાન ધરી દાદા દાદા તણું આનંદ મનમાં પાળું ૧ પૂજા કરી પાવન થઉં તન મન નિર્મળ દેહ રચના શું શુભ ભાવથી કરૂં કર્મને છેદ ૨ અવિને દાદા વેગળા ભવિને હૈયા હજુર તન મન ધ્યાન એક લગનથી કીધાં કર્મ ચકચુર ૩ કાંકરે કાંકરે સિદ્ધ અનંતા સિદ્ધ અનતનું કામ શાશ્વત ગીરીવર પુજતા જીવ પામે વિશ્રામ ૪ દાદા દાદા હું કરું દાદા વસીયા દૂર દ્રવ્યથી દાદા વેગળા ભાવથી દૈયા હજૂર ૫ દૂષમ કાળે પૂજતાં એ ઈદ્ર ધરી બહુમાન તે પ્રતિમાને વંદના શ્વાસ માંહે સવાર ૬ રાયણ પગલે પૂજતા એ રત્ન પ્રતિમા ઈદ્ર જતિ શું જ્યોતિ મળે પૂજે ભવિ સુખ કંદ ૭ રિદ્ધિ સિદ્ધિ સુખ સંપજે એ પહોંચે મનની અંત ઉદય રતન કહે સાંભળો ભવિયણ થઈ એકાંત ૮
સિધ્ધગીરીનું ચિત્ય વંદન
શ્રી વિમળ ગિરિવર સુર સુસેવિત, તીર્થ જે શાશ્વત સદા; મહિમા મનોહર જેહને, જિનરાજ ગાવે સર્વદા; મુનિરાજના મંડલ જિહાં, વિચરી પરમ સુખને વર્યા ગા સદા ગિરિરાજના ગુણ, કાજ સઘળાં તો સર્યા. (૧)
For Private And Personal Use Only