________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७६
શ્રી કુમારપાલ પ્રબંધ.
ગયા. તેમણે સંસ્કૃત ભાષામાં બત્રીશ બત્રીશીઓ રચી શ્રીવીતરાગ તીર્થકરની સ્તુતિ કરી, તેના પ્રભાવથી કુંડગેશ્વરનું લિંગ ફાટી તેમાંથી ધરણંદ્ર દેવતા શ્રી પાર્શ્વનાથની પ્રતિમા સહિત પ્રગટ થયા. તે ચમત્કાર જોઈ રાજા વિક્રમાદિત્ય પરમહંત થયો. તે રાજાએ તે આચાર્યના ઉપદેશથી દાનવડે સર્વ જગતને ગણરહિત કરી પિતાનો સંવત્સર ચલાવ્યું. એક વખત તેણે ગુરૂને પૂછયું કે, “હવે પછી ભારત ભૂમિમાં મારા જેવા બીજે કઈ સાર્વભૌમ જૈન રાજા થશે ?' ત્યારે ગુરૂએ શ્રુતજ્ઞાનના બળથી આ ગાથા કહી અને રાજાએ પ્રશસ્તિમાં દાખલ કરાવી. આ હકીકત સાંભળી કુમારપાળ સાનંદાશ્ચર્ય પામી બોલ્યા, “ધન્ય છે આહતની શક્તિને, તેમના જ્ઞાનને, વતન, પરોપકારને અને અદ્ભૂત હિતને!”
પછી પળદેવી અને સિરિ વિગેરે સ્વજને સહિત ઉજજયિનીથી નિકળી દશપુર નગર આવ્યું. તે નગરની બહાર ઉદ્યાનમાં એક મેગી નાકના અગ્રભાગઉપર નજર ઠેરવીને પદ્માસન વાળી શાંત વૃત્તિમાં બેઠેલે હતો. તેને જોઈ કુમારપાળે વિચાર કર્યો કે,
આ દુનિયામાં ઘણાક પિતાના મનોરથ પૂરા કરવા પ્રાસાદ, વાવ, નદી, તળાવ અને ઉપવનની ક્રીડામાં આશ્ચર્ય પામી પિતાનું આયુષ્ય ગાળે છે, પણ તે કરતાં જેઓ પર્વતની ગુફાઓમાં વાસ કરી ઉત્કૃષ્ટ જાતિનું ધ્યાન ધરે છે અને પક્ષીઓ જેમના ઉલ્લંગમાંથી નિર્ભયપણે આનંદાશ્રુ જળનું પાન કરે છે તે મહાત્માઓને ધન્ય છે. ” થોડી વારે તે એગીએ ધ્યાન છોડવું, એટલે કુમારપાળે નમસ્કાર કર્યો. ત્યારે મેગી બે, “જે સર્વ અણિમાદિ લબ્ધિ રૂપી કમળના રમ્ય વનમાં રતિને ત્યાગ કરી પવિત્ર મુક્તિરૂપ હંસી તરફ આદરપૂર્વક લક્ષ આપે છે, જે મને વૃત્તિને નિરોધ કરી પરબ્રહ્મના પ્રદરૂપ જળનું પાન કરે છે અને જે રૂડી રીતે સમતારૂપ કમળ ઉપર સ્થિતિ કરે છે તે મહાત્મારૂપ હંસને નમઃ
૧ મે
તીર્થંકરને ભક્ત. ખરેખર શ્રાવક.
For Private and Personal Use Only