________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨
શ્રી કુમારપાલ પ્રબંધ. ~~~~~~ ~ ~ ~~~~~~~ ઉપર સ્વર્ગ થકી વજ પડે. પછી તે જટાધારી કુમારપાળ) ભરૂચ ગયે. ત્યાં એક શાનિક હતું, તેને સવારમાં મળીને પૂછયું કે, “મારે શુભ દિવસ ક્યારે આવશે?” ત્યારે તે શાકુનિક બહાર શકન જેવા લાગ્યો. તે વખતે એક પરિપુષ્ટ અંગવાળી દુર્ગા (દેવ ચકલી) શ્રી મુનિસુવ્રત સ્વામીના પ્રાસાદઉપર બેસીને ખાતી હતી, તેણીએ શુભ ચેષ્ટા કરી દેવળના આમલસાર, કળશ અને ધ્વજાદંડ ઉપર અનુક્રમે બે ત્રણ અને ચાર વરો કર્યા. તે જોઈ શકુનિકે કુમારપાળને કહ્યું, “જિનભકિતના પ્રભાવથી તમારી વાંછના વિશેષ સિદ્ધ થશે.” ત્યાંથી કુમારપાળ કોલાપુર ગયે. ત્યાં એક દાનગાદિથી પરિપૂર્ણ સર્વાર્થસિદ્ધ નામના મેગીને સેવા કરી પ્રસન્ન કર્યો. તેથી તે ગીએ બે મંત્ર આપવા માંડ્યા. તેમાં એક રાજયપ્રાપ્તિને અને બીજે સ્વૈચ્છિત ધન પ્રાપ્તિનો મંત્ર હતું. પહેલા મંત્રની સાધનામાં ઘણાં વિજો આવે તેમ હતું, તોપણ સાત્વિક કુમારપાળે તે અંગીકાર કર્યો અને મેગીએ બતાવેલી વિધિ પ્રમાણે સાધવા માંડયો. છેવટે કાળીચૌદશની રાત્રે શમશાનમાં જઈમડદાની છાતી ઉપર અગ્નિકડ ર અને પોતે તે મડદાની કેડઉપર બેસી હેમ આપવા લાગ્યો. એટલામાં તે ક્ષેત્રને અધિપતિ દેવતા વિક્રાળ રૂપ ધારણ કરી કુમારપાળની સામે આવી બેન્ચે, “રે મુખે તેં મને સંતોષ્યા સિવાય આ શું આરંભ્ય છે?પણ કુમારપાળ તેથી જરાએ ડગ્યો નહીં. તેણે પિતાને જાપ ચાલુ રાખે અને સાધનાતે મહાલક્ષ્મી પ્રત્યક્ષ થઈ બેલી, “હે ધીર હું તને ગુજરાતનું સર્વ રાજ્ય આપું છું. પણ તે તારા મનોરથે પાંચ વર્ષ પછી ફળશે.
પછી પિતાનું કાર્ય સિદ્ધ થવાથી કુમારપાળ તે ગીને નમીને ફરતો ફરતે કલ્યાણકારક દેશના કાંતિપુર નામના નગરમાં ગયે. ત્યાં એક દિવસ તે નગર ચર્ચા જેવા નિકળે. નગરની બહાર દુષ્ટએ કે ઈ માણસને શિરચ્છેદ કરવાથી તેનું ધડ એકલું પડેલું
૧ શિખર ઉપર આમળાવાળો ભાગ.
For Private and Personal Use Only