________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૨
શ્રી કુમારપાલ પ્રબંધ.
અધિપતિ નિમી સીતાસહિત સ્વરાજધાની તરફ પાછા ફરતાં રામે આ માર્ગથી બીજે પુરૂષ ન જાય એવા હેતુથી મને અહીંને રક્ષક નિપે છે. આ આપને રથ ખેંજ રોકે છે. માટે હે અર્જના લંકા જવાને વૃથા પ્રયાસ મા કરે.” મારૂતિની એ ઉક્તિ સાંભળી સત્વથી અધિક શેભતે પાંડવ બોલ્યો, “હે મહાભાગ કપિલેતમ! આપનું કહેવું સત્ય છે; પરંતુ મારે તે યજ્ઞમાં ઋષિને દક્ષિણ આપવા સારૂ સ્વર્ણ લાવવા લંકા જવું જ જોઈએ. આપને પણ આ સુકૃતને ભાગ મળશે. કારણ કૃત, કારિત અને અનુમતિ એ ત્રણ પ્રકારથી પુણ્ય મળે છે. પોતાની મેળે કરનાર, બીજાની પાસે કરાવનાર, પ્રસન્ન મનથી અનુમતિ આપનાર અને સહાય કરનાર, એ સર્વેને શુભાશુભમાં સરખું ફળ મળે છે, એમ તત્વવેત્તાઓનું કહેવું છે. મહાસાએ આરંભેલું કાર્ય કોની મગફુર કે ભાગી પડે ? એ પુરૂષ તો જે તે પ્રકારે પોતાના કાર્યની સિદ્ધિ કર્યા વગર રહે જ નહીં.” આ વચનથી કુદ્ધ થયેલ પવનાત્મજ બે, “હે પાંડવતાજ ! આપને ગર્વ ભારી છે. પણ ફકત શ્રીરામચંદ્રજી જ આ માર્ગે ગયા છે. બીજો કોઈ પુરૂષ ગોયે નથી, માટે એ શક્તિ હોય તે અન્ય માર્ગે જાઓ.” અર્જુન બેલ્ય, “હું જઈશ, પણ આપ તે આજ માર્ગના રક્ષક છેને? કારણ ક્ષેત્રપાળ પોતાના ક્ષેત્રનું રક્ષણ કરે છે. કંઈ સર્વ જગતનું નથી કરતે.” પછી અને ધનુષ્યને કુંડળાકાર કરી વજ જેવી મજબૂત પાજથી ઉતરી શકાય એ ને સેતુબંધ બાંધ્યે. તે જોઈ માનવતાઓને માન્ય પવનસુતે વિસ્મય પામી “ હું તેની દૃઢતા જેઉં,” એમ પાંડવપ્રતિ પૂછયું. ત્યારે સાક્ષાત ઈદ્રભૂએ કહ્યું કે, “ભલે જુવો.” પછી વમુખના તે કપિએ સાત તાડ જેવડું લાંબુ રૂપ કરી વારંવાર ઉંચા ઉંચા ઉછળી સેતુઉપર ભૂસકા મા; પણ શિલાની પેઠે કેઈપણ જગાએ તે જરાએ નમે નહીં. આવું તેનું ખાણું ૌશલ્ય જોઈ ચકિત થયેલે વાનરપતિ બોલ્યો, “હે મહાસત્વ, આપને ધન્ય છે. હવે સુવર્ણથી પ્રજન છે કે લંકા જવાથી !”
For Private and Personal Use Only