________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ પાંચમે.
૫૧
ત્યારે ખૂબ માથાકૂટ કરી તેને હાથથી તેડવા માંડશે. તેમાં પણ ફાવ્યું નહીં, ત્યારે તીક્ષ્ણ શસ્ત્રથી જેરભેર પ્રહાર કર્યો. તેથી ઉલટું શસ્ત્ર ભાગી ગયું, પણ તંતુને તે જરાએ ઈજા ન આવી. ત્યારે છેવટે થાકીને તેનું મૂળ શોધી કાઢવાને નિશ્ચય કર્યો. એટલામાં એક પૂછડી હલાવતો ઉંદર તેની દ્રષ્ટિએ પડશે. તે ઉંદર રથે વીંટાઈ ગયે અને તેની પૂછડીમાંથી એક તંતુ નિકળે. તેને અર્જુને પૂછયું કે, “તું આ મહાબળવાન ઉંદર કોણ છે? રવમાર્ગે જતા મારા રથને તે કેમ રેકો છે? તારૂં સ્વરૂપે પ્રગટ કર. ખરૂં કારણ હોય તે સત્વર કહે. ઉદરમાત્રથી કદી કેઈન રથ કાર્યો સાંભળે નથી, તેથી આ કેઈ દેવાદિને પ્રભાવ હોવો જોઈએ. કારણ,
येमज्जन्ति निमज्जयन्ति च परान्ते प्रस्तरा दुस्तरा । वाौं वारि तरन्ति वानरभटान्संतारयन्ते पि च ॥ नैते ग्रावगुणा न वारिधिगुणा नो वानराणां गुणाः । श्रीमद्दाशरथेः प्रतापमहिमा सो यं समुज्जृभते ॥१॥
પોતે ડૂબે અને બીજાને ડૂબાડે, એવા જે દુસ્તર પાષાણેએ સમુદ્રના જળપર તરી વાનરભને તાર્યો તેમાં પાષાણને, અથવા સમુદ્રને, અથવા વાનરેને ગુણ ન હતો; પરંતુ એ સર્વ શ્રીમદાશરથિ રામચંદ્રના મહિમાને પ્રતાપ હતે.” અર્જુનનું આવું વચન સાંભળી ઉંદરે તે જ ક્ષણે તે કૃત્રિમ રૂપને ત્યાગ કરી હનુમાનનું પ્રકટ રૂપ ધારણ કરી કહ્યું કે, “ભે પાંડવ શ્રેષ્ટ ! ખરી વાત સાંભળે. હું શ્રીમદ્ રામચંદ્રને સેવક હનુમાન છું. જયારે દુરાત્મા રાવણ સીતાને હરણ કરી લેઈ ગયો ત્યારે રામચંદ્રજીએ વાનરે પાસે પથ્થરથી આ સેતુબંધ બંધાવ્યું અને તેનાવડે સિન્યસહિત સમુદ્રનું ઉલ્લંઘન કરી. લંકામાં જઈ પરિત્યને યદ્વાર પહોંચાડ. પછી ઉધાર બુદ્ધિથી વિભીષણને લંકાને
૧ રાવણ.
For Private and Personal Use Only