________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ચે.
४७
-~~~~-~~-~भ्रातः पाणिनि संणु प्रलपितं का तंत्रकथाकथा। मा कार्षीः कटु शाकटायन वचः क्षुद्रेण चौद्रेण किम् ॥ कः कंठाभरणादिभिर्बठरयत्यात्मानयन्यरपि । श्रूयंते यदि तावदर्थमधुराः श्रीसिद्धहेमोक्तयः ॥२॥
હે ભાઈ પાણિની! હવે તું તારે લવાર બંધ રાખ, હે વરરૂચિ ! તારૂં વ્યાકરણ કથા જેવું છે, એટલે તેને તે શું કહું ? હે શાકટાય ! તું તારાં કટુ વચન કાઢીશ જ નહીં અને હું ચંદ્ર! તારું વ્યાકરણ નિઃસાર છે, માટે તારી વાત નથી કરતો. જયાં સુધી શ્રી હેમચંદ્રની અર્થમાં ગંભીર અને મધુરવાણું આ જગતમાં વિદ્યમાન છે, ત્યાં સુધી કંઠાભરણાદિ બીજાં વ્યાકરણ ભણી પુરુષ પોતાની બુદ્ધિને જડ કરે વારૂ?” - એપ્રમાણે સિદ્ધરાજ નૃપતિને ધર્મસન્મુખ કરી સર્વત્ર વિહાર કરવાને ઉત્સુકતા રાખનાર શ્રી હેમચંદ્રસૂરિ દેવતાના આદેશથી બહુધા પાટણમાંજ રહ્યા.
For Private and Personal Use Only