________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુમારપાલે પ્રબંધ.
સંભળાવ્યાં. તેથી આશ્ચર્ય પામી રાજા બોલ્યા, “ધન્ય છે મારા દેશને, જેમાં આ મહાભાગ્યશાળી પુરૂષ વિચરે છે. ” પછી સૂરિને મંત્રીએ આણેલી પ્રતા આપી. તે લેઈ તેમણે એક વર્ષમાં તે સર્વનું અવગાહન કર્યું અને તેમને સારસાર લેઈ બત્રીસ - થી પરિપૂર્ણ સવાલાખ શ્લેકનું સિદ્ધહૈમ નામનું નવીન પંચાંગી વ્યાકરણ રચ્યું. પછી તે વ્યાકરણને રે જવાહ્ય હસ્તિના કુંભસ્થળ ઉપર પધરાવી શ્વેત છત્રચામરાદિ ઠાઠથી રાજસભામાં આપ્યું અને સર્વ વિદ્વાનોની સમક્ષ વાંચી સંભળાવ્યું. રાજાએ તેની ઉત્તમપ્રકારે પૂજા કરી પિતાના સરસ્વતીભંડારમાં પધરાવ્યું. આ વખતે શ્રીહેમસૂરિનો મહિમા સહન ન થવાથી બ્રાહ્મણોએ રાજાને કહ્યું કે, “મહારાજ ! આ વ્યાકરણના શુદ્ધાશુદ્ધત્વની પરીક્ષા કર્યા વિના તેને સરસ્વતીભંડારમાં સ્થાપન કરવું યુકત નથી. શુદ્ધાશુદ્ધની પરીક્ષા સારૂ તે પુસ્તકને કાશ્મીદેશમાં ચંદ્રકાંત શ્રીબ્રાહ્મી મૂર્તિ સામેના જળકુંડમાં પ્રક્ષેપ કરવું અને જે તે જેવું ને તેવું કરૂં નિકળે તો તેને શુદ્ધ જાણવું.” આવીરીતે બ્રાહ્મણોએ ભમાવ્યાથી રાજા સંશયાકુળ થયે અને તેણે મંત્રીઓને તથા પંડિતેને વ્યાકરણ સાથે કાશમીર મોકલ્યા. તેમણે ત્યાં જઈ ત્યાંના રાજા અને પંડિતની સમક્ષ તે પુસ્તક સરસ્વતી કુંડમાં મૂક્યું. એટલે બે ઘડીએ શ્રીસારદાની કૃપાથી અને કલિકાળસર્વજ્ઞ શ્રી હેમસૂરિએ રચેલું હોવાથી પરમશુદ્ધ તે પુસ્તક જેવુંને તેવું કરૂં બહાર નિકળ્યું તે જોઈ સર્વ લેકે ઘણા વિસ્મય પામ્યા ! પછી કાશ્મીરના રાજાએ પ્રધાન વિગેરેને સન્માન આપી વિદાય કર્યા અને તેમણે પાટણ આવી જળમાં પુસ્તક પ્રક્ષેપ કર્યા વિગેરેનો સર્વ વૃત્તાંત સિદ્ધરાજને જાહેર કર્યો. તેથી સાનંદાશ્ચર્ય પામી તેણે ત્રણસે લહિયા બોલાવી ત્રણ વર્ષ સુધી તે વ્યાકરણની પ્રતે લખાવી અને પિતાના રાજયની પાઠશાળાઓમાં મેકલી દીધી. ત્યારથી સર્વ કઈ તેનું પઠન પાઠન કરવા લાગ્યા. એ વ્યાકરણની પ્રશંસા કરતાં એક કવિ કહે છે કે,
૧. જે. અવલોકન કર્યું. ૨. રાજાને બેસવાને.
For Private and Personal Use Only