________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ .
૪૧
ખબર ન હોવાથી તે ઝાડની છાયાને આંકે કરી તેમાં ઉગેલી ભાટિ સર્વ વનસ્પતિ એકઠી કરી અને પિતાના પતિવૃષભના હાડા આગળ નાખી. તે ખાધાથી શિવજીના કહ્યા પ્રમાણે તે બળદ તત્કાળ પુરૂષ થયે. તે જોઈ યશોમતીને ઘણે આનંદ થયે અને લેકો પણ તેની સ્તુતિ કરવા લાગ્યા.
રાજેદ્ર, જેમ તે દિવૈષધી દર્ભદિથી આચ્છાદિત થઈ હતી. તેમ આ યુગમાં સત્ય ધર્મ અન્ય ધમોથી આચ્છાદિત થયેછે. પરંતુ સર્વ ધર્મોનું સેવન કર્યાથી કદી કોઈને દિષધી પ્રમાણે શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થાય છે; માટે અહિંસા, સત્ય વચન ઈત્યાદિ સામાન્ય વ્રતથી સર્વ ધમોનું આરાધન કરો.” એ સાંભળી રાજા અને બીજા સભાસદો ઘણું ખુશી થયા. બીજે પ્રસંગે સિદ્ધરાજે ધર્મ સંબંધી વિશેષ ખુલાસો પૂછો. ત્યારે શ્રીહેમસૂરિએ કહ્યું કે –
पात्रे दानं गुरुषु विनयः सर्वसत्वानुकंपा। न्याय्या वृत्तिः परहितविधांवादरः सर्वकालम् ॥ कार्यो न श्रीमदपरिचयः संगतिः सत्सु सम्यग् । राजन् सेव्यो विशदमातिना सैष सामान्यधर्मः ॥२॥
પાત્ર જોઈ દાન આપવું, ગુરૂ વિનય કરે, પ્રાણી પર દયા રાખવી, ન્યાયથી વર્તન કરવું, પરોપકાર તરફ લક્ષ આપવું અને કદી પણ લક્ષ્મીને મદ ન કરતાં પુરૂષોને સંગ કરે એ નિર્મળ બુદ્ધિવાળા પુરૂષને સેવવા યોગ્ય સામાન્ય ધર્મ છે.”, 'દાનના સંબંધમાં પાત્રાપાત્રવિષે પાંડવો વચ્ચે સંવાદ થયે હતું અને તે મહાભારતમાં આ પ્રમાણે આપેલું છે
ભીમ–“હે યુધિષ્ઠિર, મૂર્ખ તપસ્વી અને પંડિત શુદ્ર એ બે દ્વારઆગળ ઉભા હોય તે કોને દાન આપવું ઘટિત છે ?”
યુધિષ્ઠિર–“બંધુ ભીમ, તપનું સેવન સુખેથી થઈ શકે છે, પણ વિદ્યાની પ્રાપ્તિ કષ્ટથીએ થવી કઠિણ પડે છે. માટે. હું તે પંડિતને પૂછશ. મારે તપથી પ્રજન નથી.”
For Private and Personal Use Only