________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨
શ્રી કુમારપાલ પ્રબંધ.
પાલન કર્યું. તેને સંયમ લેવાના પરિણામ જોઈ સંઘના તમામ લેકે તેને ધન્યવાદ દેઈ માન આપવા લાગ્યા અને ધીમે ધીમે વિનયાદિ સદ્ગણે શીખી તે બાલક ઘણે વિચક્ષણ થે. - હવે અહીંચાચિગશેઠ પરગામથી ઘેર આવ્યો એટલે પાહિનીએ પિતાને ઘેર શ્રીસંઘસહિત ગુરૂ પધાર્યાની અને તેમને પુત્ર અર્પણ કર્યાની સર્વ હકીકત નિવેદન કરી. તે સાંભળ્યા બબર પુત્ર ઉપરના રાગથી પુત્રનું દર્શન કરતાં સુધી સમસ્ત આહારનો ત્યાગ કરી ચાચિંગ શેઠ કર્ણાવતી ગયે. ત્યાં શ્રીદેવચંદ્રસૂરિને વંદન કરી તેમના વદનકમળથી ધર્મદેશના શ્રવણ કરવા બેઠે. એટલે અવસર તે ગુરૂમહારાજ ખુબીથી પુત્ર સંબંધી ઉપદેશ પર આ પ્રમાણે ઉતરી પડયા “જેનું ચિત્ત ગહન માર્ગનેવિષે પણ સુખસાગરમાં મગ્ન અને પરબ્રહ્મમાં લીન રહે છે તેનાથી જ તેનું કુળ પવિત્ર થાય છે, માતા કૃતાર્થ બને છે અને વસુધા ભાગ્યવતી ગણાય છે. કેઈ પુત્ર અતિ વિમળ કુળને કલંક લગાડે છે, કઈ પુણ્યને નાશ કરનાર વ્યસને વડે લક્ષ્મીને નાશ કરે છે, કેઈ માબાપને સંતાપ આપે છે, કોઈ જેબનમાં સ્ત્રી વશ થઈ બેસે છે, કઈબાળપણમાં કાળના ઝપાટામાં આવી જાય છે અને કેઈનાં અંગોપાંગ ખોડખાંપણવાળાં થાય છે. પરંતુ સવાગે સુંદર જ્ઞાનાદિ ગુણને સમુદ્ર અને વીતરાગના. માર્ગની ઉષણા કરનાર પુત્ર તે પૂર્ણ પુણ્યના યોગથી જ પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે તે ત્યાગી સૂરિના મુખાદથી ધર્મદેશના શ્રવણ કરતાં ચાચિગનું મન પ્રમુદિત અને પ્રસન્ન થયું. તે વખતે ઉદયનમંત્રી પણ ત્યાં વંદનાર્થે આવ્યા હતા. તે ચાચિગ શેઠને ધર્મબંધુની બુદ્ધિથી પિતાને ઘેર લઈ ગયો. ત્યાં ભજન વિગેરે કરાવ્યા પછી ચાંગદેવને તેના ખેાળામાં બેસાડી પંચાંગપ્રસાદપૂર્વક ત્રણ વસ્ત્ર અને ત્રણ લાખ રૂપિયા ભક્તિસહિત વિદાયગિરીમાં આપવા મંડ. ત્યારે ચાચિંગ શેઠ હસીને બેલ્ય, “મંત્રીજી, ઉત્તમ ક્ષત્રિયનું મૂલ્ય ૧૦૮૦
- ૧ ધર્મનું વ્યાખ્યાન,
૨ પ્રખ્યાતિ.
For Private and Personal Use Only