________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
ભાગ બીજે.
આપ શી ચિંતામાં છો ?” રાજા બે, “ સિદ્ધિબુદ્ધિના પ્રશ્નની ચિંતામાં છું. એ બાબતમાં તમારી શી સલાહ છે?” મંત્રીએ વિનંતિ કરી કે, “ એ બાબત વિચારવા જેવી છે. માટે બીજી વખત આવીશ,” એમ કહી તે વિદાય થયે.
એક દિવસ સાંજે હરિપાળ સાકરિયે પિતાની હવેલીના ઝરૂખામાં ઉભે હતું. તે વખતે તેના પુત્ર સજજને તેને પૂછયું કે, “પિતાજી, આપણા મહારાજા મહાસંકટમાં આવી પડ્યા છે, તેમાંથી મુક્ત થાય એવો કોઈ ઉપાય આપની ધ્યાનમાં આવે છે?” હરિપાળ બોલ્યું કે, “કર્ણદેવના રાજ્યમાં એવી તે ઘણીએ આફત ઉડાવી દીધી; પણ હાલ રાજકુળમાં કોઈ મારે ભાવ પૂછતું નથી અને રાજા પોતે નટવિટવેશ્યાપ્રિય થઈ ગયે છે. માટે આપણે તટસ્થ રહી કૌતુક જેવું એમાંજ મજા છે.” આ વાત તે ઝરૂખાનીચે થઈ પિતાના મકાનપર જતા સાંતુ મંત્રીના કાને પડી. તેણે જઈ તત્કાળ રાજાને નિવેદન કરી. રાજાએ પ્રાતઃકાળે ફરીફરીને ત્રણવાર હરિપાળને બોલાવવા કહ્યું. ત્યારે હરિપાળે કહાવી કહ્યું કે, “ રાજાની સેવા કરવાથી ધર્મમાં અંતરાય થાય છે, માટે મારી આવવાની ખુશી નથી. આ પછી રાજાને સમજાયું તે માનને બહુ ભૂખે છે; તેથી ખુદ મંત્રીને લાવવા મકલ્યો. મંત્રીએ સુખાસનમાં બેસી તેને ઘેર જઈ બહુમાનપૂર્વક બેલા. ત્યારે તે બોલ્યો કે, “હમણાં પૂજાના વખતે આપ મારા સંધમ ભાઈ પધાર્યા છે, માટે હું આપને મારા અતિથિ તરીકે ગણું છું. આ સંસારમાં ખરું જોતાં અતિથિ અને અપવાદી એ બેજ મારા બાંધે છે. અતિથિ મને સ્વર્ગની નિસરણી બતાવે છે અને અપવાદી મારા પાપનું હરણ કરે છે.” એમ કહી મંત્રીને પિતાની સાથે સ્નાન દેવપૂજા અને ભેજનાદિ કરાવી તેની સાથે રાજા પાસે ગયે.
રાજાએ કહ્યું કે, “કાકા, આજ કાલ તે આપનાં દર્શન ઘણાં દુર્લભ થઈ પડ્યાં છે.
For Private and Personal Use Only