________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્માસ્તિકાય–જીવ અને પુદ્ગલને ગતિ કરવામાં સહાય કરે છે.
અધર્મસ્તિકાય–જીવ અને પુદ્ગલને સ્થિતિ કરવામાં સહાય કરે છે. પુલાસ્તિકાય–જે પૂરાય છે અને વિખરાઈ જાય છે તે પરમાણુ આદિ પુદ્ગલ કહેવાય છે.
આકાશાસ્તિકાય જીવ અને પુદ્ગલને અવકાશ આપે છે. કાલ એટલે સમય.
જીવાસ્તિકાય શિવાયનાં પાંચ દ્રવ્યને બીજા અજીવ તત્વમાં સમાવેશ થાય છે.
૭ નય-નૈગમ, સંગ્રહ, વ્યવહાર, શબ્દ, ઋજુસૂત્ર, સમભિરૂઢ અને એવંભૂત એ પ્રકારે સાત નય જેને માને છે.
બેગમનય–જે કામના ઈરાદાથી બહાર ગયા હોય તે કામનું અંગભૂત કામ પ્રથમ કરવા જતાં કઈ પૂછે તે ઇરાદાવાળું કામ કરવા જઉં છું એમ કહેવામાં આવે તે નૈગમયથી સાચું છે.
સંગ્રહનય સમુદાયને માટે તેના મુખ્યનું નામ લેવામાં આવે એટલે પાન, સેપારી અને એલચી વિગેરે આપવાના હોય છતાં પાન આપે એમ કહેવું તે સંગ્રહનયથી થાય છે.
વ્યવહારનય–નિશ્ચિતવાત કરે મૂકી વ્યવહારને આધાર લેઈ કહેવામાં આવે તે વ્યવહારનયથી સત્ય છે.
શબ્દનય–નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચારના આધારે બેલિવું શબ્દનયથી સત્ય છે.
ઋજુત્રનય–ભેળાપણથી મનમાં આવે તેવું કહેવું આ નયથી સત્ય છે.
સમભિરૂઢય–કંઈ અંશ એ છે છતાં પૂર્ણતાથી કહેવામાં આ નય વપરાય છે.
એવભૂતનય–સંપૂર્ણ લક્ષણવાળાને એટલે પાણી ભરેલા ઘડાને ઘડે કહે તે એવભૂતનયથી કહેવાય.
૮ કર્મ –મન, વચન અને કાયા એ ત્રણના વ્યાપારવડે આત્મા સાથે પુદગલને સંબંધ થાય તે કર્મ કહેવાય છે. કર્મના આઠ ભેદ છેઃ જ્ઞાનાવરણીય, દર્શનાવરણય, વેદનીય, મેહનીય, આયુ, નાગેત્ર અને અંતરાય.
જ્ઞાનાવરણીય કર્મ-જ્ઞાનને આવરણ (આચ્છાદન) કરનાર કર્મદર્શનાવરણીય કર્મ–ચક્ષુરાદિથી થતા બેધને આવરણ કરનાર કર્મ. વિદનીય કમ–જેનાથી સુખ દુ:ખ ભોગાય તે કર્મ,
For Private and Personal Use Only