________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ વીસમે.
૨૭૯
જેણે સર્વ અંધકારને નાશ કર્યો, ચક્રવાકને વિરહ મટાચો, કમળવનને સંકેચ મૂકા, ગ્રહનું તેજ લેખું, લેકેની પૂજા લીધી અને પછી સર્વ દિવસની શોભા ભેગવી તે હાલ અસ્ત પામતો સૂર્ય શું શેચ કરવા જેવું નથી ?”
એ સાંભળી રાજા શેક કિંચિત્ કમી કરી ગુરૂને ગુણ વારવાર યાદ લાવી ઘણા વખત સુધી આ પ્રમાણે બે, “હે શ્રીહેમચંદ્રસૂરીશ્વર! જે હું આપના ચરણને કામધેનુના દુધથી પખાલી ચંદનથી વિલેપન કર્યું અને કમળ તથા મેતીથી પૂજા કરૂં તોપણ આપે મને વિશ્વનું ઐશ્વર્ય આપનાર જૈનધર્મના વિવિધ આઝાય શીખવ્યા છે તે ઋણમાંથી કોઈ પ્રકારે હું છૂટું તેમ નથી. હે પ્રભે! આપે મારા લલાટપટમાંથી “રાજયને અંતે નરક છે” એવા અક્ષર કાઢી નાખ્યા છે અને મને ભવસમુદ્રમાંથી તારનારા ઝાઝ તરીકે પણ આપજ થયા છે. માટે હું આપના પાદપને વંદન કરૂં છું.”
પછી ગુરૂના વિરહથી આતુર કુમારપાળે પિતાના ભાણેજ પ્રતાપમલને ગાદીએ બેસાડવાની તજવીજ ચલાવી. તેની બાતમી કોઈ રાજવર્ગીએ ફૂટીને અજયપાળને આપી અને એ ઉપરથી અજયપાળે કોઈ દુષ્ટના હાથે રાજાને ઝેર ખવડાવ્યું. તે વિષના યેગે રાજાનું અંગ ધ્રુજવા લાગ્યું અને તે સર્વ પ્રપંચ તેના સમજવામાં આવ્યું. એવામાં તેણે મરણ થવાથી આસ પુરુષો પાસે ઝેર ઉતારનારી છીપ મંગાવી. અજયપાળ પહેલીથી જ તે છીપ લેઈ ગયે છે એવી ખબર મળવાથી તેઓ ન રહ્યા. આ વખતે સર્વ રાજમંડળ ગભરાઈ ગયું. એવામાં છીપ નહીં આવવાનું કારણ જાણી કોઈ કવિ બોલ્યો કે,
कुमरड ! कुमारविहार एता काई कराविया ? ताहं कु करिसइ सार सीप न आवइ सयं धणी १ .
For Private and Personal Use Only