________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ વીસમે.
૨૭૫
ભાગ ૨૪ મો.
શ્રીહેમાચાર્ય અને કુ પાળનો અંતકાળ. હવે કાળ એક પછી એક પુરૂષના કોળિયા કરવા લાછે. તે ઝપાટામાં રાજ્યવ્યાપારનો ત્યાગ કરી અનેક નવીન જિનશ્ચય, જીર્ણોદ્ધાર, પરોપકાર અને દીદ્ધારાદિ પુણ્ય કમાં લાગેલા જૈન ધર્મના પ્રભાવક બાહડ અને અંબડ મંત્રી આવી ગયા. યાચકસમૂહની પ્રાર્થનાના કલ્પવૃક્ષ સંબડ મંત્રીના મરણની નોંધ એક કવિએ આ પ્રમાણે લીધી છે –
वरं भट्टै व्यं वरमपिच खिदैर्धनकृते वरं वेश्याचार्यरमपि महाकूटनिपुणैः दिवं याते दैवादुदयनसुते दानजलधौ
न विद्वद्भिर्भाव्यं कथमपि बुधैर्भूमिवलये ॥ १ ॥ “ દાનસાગર ઉદયનપુત્ર સ્વર્ગે ગયે છતે ધનને માટે ા થવું સારું, ગરીબ થવું પણ સારું, ભડવા થવું સારું અને મોટાં કાવતરાં કરવામાં નિપુણ થવું પણ સારું પરંતુ હવે સમજુ પુરુષોએ ભૂમંડલમાં કોઈપણ પ્રકારે વિદ્વાન થવું સારું નથી.”
શ્રી હેમસૂરિન ગ૭માં મહામહે વિરોધ પેઠે એક તરફ રામચંદ્રમુનિ અને ગુણચંદ્રમુનિનું મંડળ અને બીજી તરફ બાળચંદ્રમુનિનું મંડળ. બાળચંદ્ર કુમારપાળના ભત્રિજા અન્ય પાળની સાથે મૈત્રી કરી. એવામાં એક દિવસ રાત્રે રાજાએ ગુરુને એકાંતમાં વાત કરી કે, “મહારાજ! આપણે બે તપથી કૃતકૃત્ય અને વયથી વૃદ્ધ થયા છીએ. મને આપ વિદ્યાસાગર ગુરૂ છતાં અભાગ્યને લીધે ગૃહસ્થ ધર્મનું ફળ (પુત્ર) મળ્યું નથી. શરીર દહાડે દહાડે જરાને લીધે ક્ષીણ થતું જાય છે અને રાજયલક્ષ્મીનું દાન કોને
For Private and Personal Use Only