________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૮
શ્રી કુમારપાલ પ્રબંધ.
જતા. ત્યાં પણ એજ પ્રમાણે નૃત્ય વિગેરે કરાવી રથને પટમડપમાં રાખતા. ત્યાં ત્રીજે દિવસે સવારે રાજા પિતાના હાથે ચતુર્વિધ સંઘના દેખતાં રથમાંની જિનપ્રતિમાની પૂજા કરી આરતી ઉતારતો. ત્યાંથી હાથીએ જોડે તે રથ નગર મળે ફેરવવાની સાથે ઠેકાણે ઠેકાણે વિશાળ પટમની અંદર ઘણીવાર સુધી ઉભે રાખવામાં આવતો. મંડપ ધણા જેવા લાયક અને ભવ્ય થતા. તેમના ઉપર વિજાઓ ફડફડ કરતી તે જાણે હસતી હૈયની તેમ દેખાતી. તેમની અંદરની બાજુએ સ્ત્રીઓનાં ગાનતાન ચાલતાં. બહારની બાજુએ કેળના સ્તંભે શોભી રહેતા અને તેણે ફરફર થતાં. ઘણા લેકે તે જૈન રોત્સવ જોવાને કૌતુકથી એકઠા મળતા અને વિધાતાને હજાર નેત્ર કરવા માટે પ્રાર્થના કરતા. રથની બે બાજુએ ગર્જના કરતા ગજરાજ ઉપર બેઠેલા મહા સામંતો ભગવાનને ચમર વીંઝતા અને આગળ રાજપુરુષની હારને હાર ચાલતી. થોડા શબ્દોમાં અર્થો જનોના મનોરથને પૂર્ણ કરનાર તે જૈન રથ આઠે દિવસ વિશ્વયને સર્વ તરફથી લીલાયુક્ત સંચાર વડે મહત્સવમય કરી નાખતું. જેવી રીતે ચૈત્રી અઠ્ઠાઈ માં તેવી જ રીતે આશ્વિન માસની અફાઈમાં પણ કુમારપાળ આઠ દિવસ સુધી લોકોને ચમત્કાર પમાડનાર રથયાત્રા કાઢતો. પિતાના માંડલિક રાજાઓને પણ તમે એ પ્રકારે શ્રીજૈન ધર્મ આદરે એમ કહેતે અને તેથી તેઓ પોતાના નગર મળે કુમાર વિહાર બંધાવી વિસ્તાર પૂર્વક રથયાત્રા અને મુનિભક્તિ કરતા. મતલબકે તે સમયે સર્વ જગત જૈનધર્મમય થઈ જતું.
એ પ્રકારે યાત્રાત્રયથી ઉલ્લાસ પામતા અમૃતના પૂરથી સર્વ જીવલેકને જીવિત કરતે, પાપવૃદ્ધિના પ્રકારથી સર્વ રીતે દૂર રહેતે અને દુર્વિલાસને ત્રાસ પમાડતો કુમારપાળ રાજા રાજયલક્ષ્મી વડે કાળરૂપી વ્યાલની લીલાને ભેગા કરતો.
એક વખત શ્રીહેમાચાર્ય વિરચરિત્રનું વ્યાખ્યાન કરતા હતા. તેમાં શ્રીદેવાધિદેવ વીર ભગવાનની પ્રતિમાનો સંબંધ સાંભળી
For Private and Personal Use Only