________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ એકવીસમા.
કાટિ ગણું ફળ થાય છે અને દર્શન કરેલાને પ્રતિલાભાથી અનંત ગણું ફળ થાય છે.
For Private and Personal Use Only
૨૫૭
પછી તીર્થયાત્રાથી જેને આત્મા પવિત્ર થયેા હતા એવા રાજર્ષિએ અઠ્ઠાઇની રથયાત્રાના મહાત્સત્ર કરવા માંડ્યા. ઉત્તરાધ્યયન વૃત્તિમાં એ શાશ્ર્વતી અડ્ડાઇએ કહી છે. એક ચૈત્રમાસમાં અને ખીજી આસેમાસમાં આ બે અડ્ડાઇની યાત્રાએ સર્વ દેવતાએ પણ નીશ્વર દ્વીપે જઇ કરે છે અને વિધાધરા તથા મનુષ્યો પોતપાતાના સ્થાનકને વિષે કરે છે. આગમાક્ત માર્ગ પ્રમાણે વર્તવામાં તત્પર કુમારપાળે સર્વ અઠ્ઠાઇ શ્રીકુમારવિહારમાં ઉર સામ`તાદિ શ્રીસંધ સાથે વિધિપૂર્વક રનાત્રપૂજા અળિ વિગેરે અનેક પ્રકારના મહેાત્સવ કરવામાં ગાળી. આ સંબંધે અન્ય ગ્રંથમાં લખેલું છે કે, શ્રીકુમારરાજર્ષએ કુમારવિહારની અંદર શાશ્વતી અઠ્ઠાઈના મહિમા કર્યો. તે શુભકાર્ય સારૂ અળિના વિશાળ થાળા ભરાવ્યા. આઠે દિવસ આઠ કર્મથી મુક્ત શ્રીજિનેશ્વર ભગવાનને પેતે સ્નાત્ર કરી સર્વ ઉપચારથી પૂજા રચી. તેજ ગ્રંથમાં રથયાત્રા સંબંધે આ પ્રમાણે વર્ણન આપેલું છે. ચૈત્ર સુદિ ૮ ને દિવસે ચાથે પહારે ભારે પાશાક પહેરી હર્ષભેર મળેલા નગરજનાના જય-જય–કારના માંગલિક શબ્દો વચ્ચે સાનાના ઉંચા ટ્રુડધ્વજ છત્ર અને ચામરાદિથી દીપતા ચાલતા મેરુ જેવા જિનેશ્વર ભગવાનના સુવર્ણમય રથ નીકળતા. તેની અંદર મહાજન લેાકેા કુમારવિહાર આગળ મહારનાત્ર વિલેપન અને કુસુમાદ્રિથી પૂજિત શ્રીપાર્શ્વનાથની પ્રતિમા પધરાવતા. રથની આગળ વાગતા વાદિત્રના નાદથી સર્વ આકાશ છવાઈ જતું અને સુંદર તરૂણીવૃંદના વેગ સહિત નાચ ચાલી રહેતા. એવી ધામધુમમાં તે રથ મ`ત્રી અને સામંતાઢિથી પરિવ। રાજાના મહેલ આગળ આવતા. ત્યાં વસ્ત્રાભૂષણથી અલ’કૃત રાજા સ્વયમેવ રથમાંની પ્રતિમાની પૂજા રચી વિવિધ પ્રકારનાં નાટક કરાવતા. તે રાત રથને ત્યાંજ રાખી બીજે દિવસે સિદ્વારની બહાર લેઈ
૩૭