________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ એકવીસમે.
૨૫૫
તપ કર્યો. તે તપના આકર્ષણથી પદ્માસનમાં બેઠેલા શ્યામ મૂર્તિવાળા દિગંબર નેમિનાથ જેમને વામને ઉંચે સ્વરે શિવ કહીને બોલાવ્યો તે પ્રગટ થયા. તે શ્રીનેમિનાથનાં દર્શનથી મહાધર કલિકાળમાં કલહ અને પાપને નાશ થાય છે અને સ્પર્શથકી કોટિ યજ્ઞ (પૂજા) નું ફળ મળે છે.”
એ પ્રમાણે રેવતાચળનો અપૂર્વ મહિમા સાંભળી રાજા કુમારપાળને હજાર ગણે ઉત્સાહ વધ્યો. તેથી સર્વ પ્રકારના ઉત્સવનડે આત્માને કૃતાર્થ કરતા બહુ દિવસ સુધી ત્યાં રહ્યો. અહીં માળા વખતે તેજ સુબુદ્ધિશાળી જગડુશાએ પૂર્વની પેઠે અદ્ભુત માણેક આપીને ઈદ્ર પદવી લીધી. રાજાએ તીથોચિત સર્વ ક્રિયાઓ કરીને ભગવાન આગળ હાથ જોડી વિનંતી કરી કે,
હે વિશમને તારૂં એકલાનું જ શરણ છે. તું મારા ઉપર એવા પ્રકારે પ્રસન્ન થાકે જેથી કરીને હું તારા ધ્યાનના ગે તારામયજ થઈ જઉં.”
પછી સાંકળ જેવી પાજથી તે પર્વતને દુરાહ જાણી તેણે સુરાષ્ટ્રના દંડનાયક શ્રીમાલજ્ઞાતિના મુકુટ સમાન શ્રીઆંબદેવ રાણા પાસે જુનાગઢ ભણીની પાજ નવીન સુખે ચડાય તેવી કરાવડાવી. ત્યાંથી કેટલાક મુકામ કરીને દેવપત્તન આવ્યું. અહીં શ્રીચંદ્રપ્રભ સ્વામીની યાત્રા કરી. અહીં પણ જગડુશાએ સવા કટિ મૂલ્યનું માણેક આપીને માળા ગ્રહણ કરી. જગડુશાના જગતમાં અતિશયવાળા એ ચરિત્ર વડે કુમારપાળ ચમત્કાર પાયે અને સર્વ સંધ સમક્ષ તેના પ્રતિ બેલ્યો કે, “હે શેઠ ! રાજાને પણ દુર્લભ એવાં સવા કરોડ મૂલ્યનાં ત્રણ રને આપને કયાંથી મળ્યાં અને મળ્યાં તે પણ આવા પુણ્ય માર્ગમાં શાથી વાપર્યા? સ્થાનકે સ્થાનકે આપની પેઠે કઈ એવાં રત્ન નથી ચડાવતું.” તે સાંભળી જગડુશા બે –
For Private and Personal Use Only