________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ એકવીસમે,
૨૫૩
ના પ્રકંપનું કારણ પૂછવાથી સૂરિએ તેને કહ્યું કે, “હે રાજન! આ માર્ગમાં છત્રશિલા નામની બે શિલાઓ છે. તે એકી વખતે નીચેથી ચડતા બે પુણ્યશાળીઓ ઉપર પડશે એવી વૃદ્ધ પુરૂષની વાણ છે. એટલા માટે આપણ બે પુણ્યવંતોને સમકાળે ચડવું યુક્ત નથી, કદાચિત એ પડી બેસે માટે પ્રથમ તમે શ્રીને મીશ્વર ભગવાનનાં દર્શન કરે, હું પછીથી કરીશ.” તે સાંભળી રાજાએ કહ્યું કે,
મહારાજ! વિનયને ભંગ કરવાથી યાત્રાનું ફળ ન થાય માટે પ્રથમ આપ પધારો.” એમ કહી સૂરિને આગળ મોકલ્યા અને પિતે પાછળથી ચડ્યો. એવી રીતે સૂરિ અને સંઘસહિત રાજાએ જેમના અધિષ્ઠાતા પ્રત્યક્ષ છે એવા શ્રીને મીશ્વર ભગવાનને નમન કર્યું અને રાજાએ તેમજ બીજાએ પુષ્કળ સનાત્ર અને વિલેપનાદિવડે પૂજા કરી પુણ્ય ઉપાર્જન કર્યું. ત્યાં શ્રીનેમિનાથની પ્રતિમાને વિજયી અને સર્વ અતિશયવાળી જેઈ ગુરુને પૂછ્યું કે, મહારાજ ! આ મૂર્તિ કેણે ક્યારે કરાવી?”
ગુરુએ કહ્યું કે, “આ ભારતક્ષેત્રને વિષે ગઈ ચોવીશીમાં ત્રીજા તીર્થંકર શ્રીસાગરના સમયમાં ઉજજયિની નગરી મળે નરવાહન નામે રાજ રાજય કરતો હતો. ત્યાં એક વખત શ્રીસાગર જિન સમવસર્યા. રાજા તેમને વાંદવા ગયે. ત્યાં ધર્મોપદેશ સાંભળી રહ્યા પછી કેવલીની પરિષ૬ (સભા) જોઈને પૂછયું કે “ હે
સ્વામિન! ક્યારે કેવલી થઈશ?' સ્વામીએ કહ્યું કે, “આવતી ચોવીશીમાં બાવીશીમા શ્રી નેમિનાથના વારે તમે કેવલી થશે.' એ સારી રીતે સમજી લેઈને તે ભવમાં શ્રીસાગર જિનેશ્વર પાસે વ્રત લેઈમરીને બ્રહ્મ લેકને વિષે દશ સાગરોપમના આયુષ્યવાળે ઇંદ્રાધિપતિ . ત્યાં અવધિ જ્ઞાનવડે પૂર્વ ભવ જાણીને વજમય મૃત્તિકા આણીને પૂજાને સારૂ શ્રીનેમિનાથની પ્રતિમા તૈયાર કરી અને યાવત દશ સાગરોપમ સુધી પૂજી આયુષ્યના છેલ્લા ભાગમાં શ્રીનેમિજિનનાં શ્રી રેવતા ચળને વિષે દીક્ષા કેવળજ્ઞાન અને નિર્વાણ એ ત્રણ કલ્યાણકે જાણી
For Private and Personal Use Only