________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૬
શ્રી કુમારપાલ પ્રબંધ. ~ -~~- ~વૃક્ષમાં બીજા ઝાડે કરતાં પુષ્કળ ગંધ ન હોય તે તેના વેગથી દુગધવાળાં ઝાડો સુગંધમય શી રીતે થાય ? ” એ પ્રકારે ત્રિભુવનમાં જૈન ધર્મનું સામ્રાજ્ય કરી ગુરુ પિતાના આશ્રમમાં પધાર્યા. શાસન દેવીએ રાજાના ઉપવાસના મહિમાની શોભા કરી તેથી તેના પ્રતાપનો વૈભવ સર્વત્ર વિશેષ પ્રકારે પ્રસિદ્ધ થયો. પછી તે મહેલે આ અને મહેસૂવ કરીને પારણું કરવા બેઠે. હુશીઆર લહિયાઓ તેના પ્રતાપથી થયેલા વિશાળ તાડપત્રો ઉપર સૂરિએ રચેલા ગ્રંથો લખવા લાગ્યા.
એ રીતે જિનાગમની ભકિતમાં અને નિરંતર ચાર પ્રકારના સંઘના સભાનાદિમાં પિતાની લક્ષમીને અનેક પ્રકારે ઉપયોગ કરી તે ઉત્તમ રાજા લેાકોત્તર શ્રાવકપણું પામ્યો.
એક દિવસ શ્રીહેમાચાર્ય કુમારવિહારમાં ચતુર્વિધ સંધ આગળ ધર્મદેશના દેતા હતા તે સાંભળવા દેશદેશાવરના ઘણા ધનવાન લેકે ત્યાં આવેલા હતા. તેમણે શ્રીજિનેશ્વર ભગવાનની સેનાના આભૂષણેથી પૂજા કરી, શ્રીગુરૂના ચરણમાં સેનાનાં ફૂલ મૂકી વંદન કર્યું. તે જોઈ રાજા બોલ્યા કે, “આપ અહીં કેમ પધા
છે?” તેમણે પ્રણામ કરી કહ્યું કે, “મહારાજ સાંભળે. પૂર્વ શ્રી મહાવીરસ્વામી પોતે વ્યાખ્યાન કરનારા હતા અને બુદ્ધિશાળી અભયકુમાર મંત્રીશ્વર હતા તે પણ શ્રીશ્રેણિક રાજા જે કરવાને સમર્થ થયો નહીં તે જીવરક્ષા કરવામાં કુમારપાળ રાજા વિના પ્રયાસે જેમના વચનામૃતના પાનથી સમર્થ થયા તે શ્રી હેમાચાર્ય મહારાજ મોટા છે. તેમના ચરણકમલની રજથી આત્માની વિશુદ્ધિ કરવા, તેમના મુખેંદુના દર્શનથી નેત્રને સફળ કરવા અને તેમના વાક્યામૃતના પાનથી કર્ણને ઉત્સવ આપવા ભક્તિ, ઉત્કર્ષ અને કુતૂહલના પ્રેર્યા અને સર્વે અહીં આવ્યા છીએ. પૂર્વે જગતને પ્રકાશ કરવામાં સૂર્ય સમાન ઘણુ મુનિ થઈ ગયા. પરંતુ
For Private and Personal Use Only