________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ વીસમે.
२२७
ભાગ ૨૦ મો.
સાત ક્ષેત્રનું પિષણ. એક વખત તે નરપુંગવે બાર વ્રત શુદ્ધ રીતે પાળવામાં તત્પર રહી ગુરુ મહારાજને સાત ક્ષેત્રનું સ્વરૂપ વિચાર્યું.
ગુરુએ કહ્યું કે, “હે નરાધિપ! જિનમંદિર, જિનપ્રતિમા, જિનાગમ, સાધુ, સાધવી, શ્રાવક અને શ્રાવિકા એ સાત ક્ષેત્રો ન્યાયપાર્જિત ધન વાપરવાસારૂ શ્રીજિનેશ્વર ભગવાને બતાવેલાં છે.
જિનમંદીર બંધાવવાથી બંધાવનારના સમ્યકત્વની શુદ્ધિ થાય છે. તેનાં દર્શન કરવાથી અનેક ભવ્ય છે સમ્યકત્વ પામી ધર્મમાં સ્થિર થાય છે, શાસનની ઉન્નતિ થાય છે અને મિથ્યાદૃષ્ટિએ અજાયબી પામે છે. જે જિનમંદિર મત્સર અને અહંકારને દૂર કરી કાંક્ષાદિ મળ રહિત મનને શુદ્ધ યોગે કરીને ન્યાયપાર્જિત દ્રવ્યવડે બંધાવ્યું હોય તે તેથી પુણ્યાનુબંધી પુણ્ય થાય છે અને તીર્થંકરની પદવીની નાદ્ધિ પણ પામે છે. કહ્યું છે કે, પિતાના બાહુ બાળથી મેળવેલા ધનવડે જે મોક્ષાર્થી, સદાચારી અને પવિત્ર પુરુષ સુંદર જિનમંદિર બંધાવે છે તે રાજા અને ઈંદ્રથી પૂજાતા તીર્થંકરની પદવીને પામે છે, સ્વજન્મનું સાર્થક કરે છે, અને ધર્મને તથા ગોત્રને ઉઘાત કરે છે. જે તીર્થકરને પધરાવવા સારૂ ઝુંપડી બંધાવે છે તે રત્ન અને સુવર્ણનાં વિમાનની સંપદા ભેગે છે તો જે સુવર્ણ અને માણિક્યાદિ રત્નથી જિનમંદિર બંધાવે તે પુણ્યમૂર્તિ
ને ઉત્તમ ફળ થાય એમાં શું કહેવું ? મંદિર બાંધવામાં જેટલાં કાષ્ટાદિ વપરાયાં હેય તેના પરમાણુ જેટલા લાખ વર્ષ તે મંદિરને બનાવનાર વર્ગનું સુખ ભગવે અને જેટલા વખત સુધી તે મંદિર ઉભું રહે તેટલા વખત સુધી તેણે પૃથ્વી પર ધર્મની સ્થિતિ કરી
૧. ધર્મની, ૨. વૃદ્ધિ. ૩. જેમાંથી આગળ જતાં પુણ્ય બંધાય એવું પુણ્ય.
For Private and Personal Use Only