________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૦
શ્રી કુમારપાલ પ્રબંધ.
માટે કહે વારૂ તમે શું અદ્ભુત નથી કર્યું? હવે આ તમારી લક્ષ્મીનું ગ્રહણ કરો.”
એ પ્રકારે કુબેરદત્તનાં વખાણ વિગેરે કરી કુમારપાલ ગુરૂ શ્રી હેમાચાર્યને વાંદવા ગયે. ગુરૂજી લેકના મુખથી પ્રથમ જ રાજાનું અદ્ભુત વર્તન સાંભળી મનમાં ચમત્કાર પામેલા હતા. તે રાજાને દેખી બોલ્યા કે, “હે કુમારપાલ, પૂર્વ રધુ ભરત વિગેરે રાજાઓ કૃતયુગમાં પણ જે ન કરી શક્યા તે તમે સંતોષ રાખીને રડતી સ્ત્રીએનું ધન છોડવામાં આ કલિયુગમાં કર્યું છે, માટે તમે મહા પુરૂ જેમાં શિરોમણિ છે. રાજાઓ અપુત્રિયાનું ધન લેઇને તેમના પુત્ર થાય છે પણ તમે તે સંતોષથી તેને ત્યાગ કરીને ખરેખર રાજપિતામહ થયા છે.” એવી રીતે શ્રી ગુરૂ, જેમણે કોઈ વીર બાકી રાખ્યા નથી એવા સેંકડો રાજાઓ અને સર્વ લેક જેની અનેક પ્રકારે આનંદસ્તુતિ કરતા હતા અને જે દર વર્ષે બહેતર લાખ નૈયાને રેતીની માફક ત્યાગ કરતો હતો તે કોત્તર કુમારપાલ કયા મહાત્માની સ્તુતિને પાત્ર ન થાય?
૪. પરસ્ત્રી ત્યાગ અને સ્વદાર સંતોષ – બાર વ્રત લેતા પહેલાં “પરસ્ત્રી મા બેન સમાન એવું વ્રત તેણે અંગીકાર કર્યું હતું. જો કે ધર્મપ્રાપ્તિ પહેલાં તેને બહુ રાણીઓ હતી તે પણ તે સર્વેનું સ્વપ આયુ હેવાથી વ્રત ગ્રહણ કરતી વખતે એકલી ભેપલદેવી પટ્ટરાણુંજ રહી હતી. તે રાજાએ તે એકલીથી જ સંતોષ માની ફરીને પાણિગ્રહણ કરવાનો નિયમ લીધે. વળી તેણે, “જેટલું પુણ્ય બ્રહ્મત્રત ધારીને થાય છે તેટલું પુણ્ય કટિસુવર્ણનું દાન આપનાર અથવા કનકમય પ્રાસાદ કરાવનારને થતું નથી અને એક રાત્રિ પણ બ્રહ્મચર્ય સેવવાથી જે ગતિ થાય તે ગતિ હજાર ય કરવાથી પણ મળવી મુશ્કેલ છે. વિગેરે જાણી સર્વદા બ્રહ્મચારી રહેવાની ઈઓછી રાખી વર્ષ રૂતુમાં ચાર માસ ત્રિધા શીળ પાળવાની પ્રતિજ્ઞા
For Private and Personal Use Only