________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ઓગણીસમે.
૨૦૭
-~-~~-~~~-~~-~
મહાજને કહ્યું, “મહારાજ, આ ગુણશ્રી નામની કુબેરદત્તની માતા છે અને આ બીજી કમળથી તેની સ્ત્રી છે.”
પછી સ્ત્રીને રડતી અને માતાને અરે વત્સ, તું કયાં ગયે છે ?” ઈત્યાદિ પ્રકારે બોલતી જોઈ કુમારપાળ તેમની પાસે ગયે અને સિંહાસન પર બેસી બોલ્યો કે, “હે માતા, તમે એ શોક શા માટે કરે છે ? રાક્ષ્મ કીડાથી માંડી ઈદ્રિ પર્વતના સર્વ જીવોને મરણ એ નિથિ છે. આ દુનિયામાં બધુ વિગેરેને જે સંબંધ છે તે એક વૃક્ષઉપર રહેનારાં પક્ષીઓના ટોળાના સમાગમ જે છે. અને મરેલાને પાછા આવવાનું ધારવું એ પ્રાગે પથ્થર નીચે પડેલા અને બળેલા બંને ઉગવાની આશા રાખવા જેવું છે. અણસમજા લેકે ફેકટ શેકથી પોતાના આત્માને કલેશ પમાડે છે. વારૂ પણ આ સમાચાર તમને કોણે કહ્યા ?'
ગુણધીએ કહ્યું કે, “વામદેવ નામના કુબેરદત્તના મિ.”
પછી રાજાએ વામદેવને બેલાવી સમુદ્રગમાદિની હકીકત પડી. તેણે નમસ્કાર કરી કહ્યું કે, “મહારાજ, અડધી કુબેરઠ ચાર મોટા શેડિયાને ઘરની ભાળ કરી ભરૂચના બારામાં થઇને પાંચ પાંચસો માણસાલી ભરેલાં પાંસે વડાણ લેઈ બીજે કંઠે ગયે. ત્યાં તેને ચૌદ કેટસોનૈયાને લાભ થશે. ત્યાંથી પાછા ફરતાં પ્રતિકુળ પવને તેનાં પાંચસો વહાણને વિમગિરિ આગળ વલયના સંકટમાં નાખ્યાં. તે પહેલાં બીજા કોઈનાં પાંચસો વહાણ પણ ત્યાં આપળ પડેલાં હતાં. હવે વડા નિકળી શક્યાં નહીં, તેથી કુબેરદત્તને અને તેના પરિવારને ઘણે ખેદ છે. એવામાં એક નવિ નાવમાં બેસીને ત્યાં આવ્યો અને કહેવા લાગ્યું કે, “હે લે, તમને નિકળવાનો ઉપાય બતાવું.”
કુબેરદત્તે તેને પૂછયું કે, “તમે ક્યાંથી આવ્યા ? અને તમે શો ઉપાય બતાવે છે ?”
૧. દરિયાના પાણીમાં થતું ચક્કર જેને ભમરે કહે છે. ર. હોડીવાળો.
For Private and Personal Use Only