________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૬
શ્રી કુમારપાલ પ્રબંધ.
ત્રાજવાના એક પલ્લામાં હજાર અશ્વમેધ અને બીજામાં સત્ય એવી રીતે મૂકવામાં આવે તે હજાર અશ્વમેધ કરતાં સત્યવાળું પલ્લું નમે. સર્વ વેદોનું અધ્યયન અને સર્વ તીર્થનાં સ્નાન એ સત્ય બેલવાની બરાબર થાય યા ન થાય. ફક્ત એકવાર જૂઠી સાક્ષી પૂરવાથી વસુરાજા સાતમી નરકને અતિથિ થયે; માટે તેવા જૂઠથી સપુરૂષોને સર્યું. સત્ય બોલવું, પ્રિય બોલવું, પરંતુ પ્રિય અસત્ય અને અપ્રિય સત્ય બોલવું નહીં એ સનાતન ધર્મ છે. કઠોર પિલુન અસભ્ય અને રાગદ્દેશયુક્ત વચન, આત્મસ્તુતિ અને પરનિંદા એ સર્વને ત્યાગ કરી સત્ય અને સરળતા પકડવામાંજ ધર્મ છે.”
“૩ અદગ્રહણનો ત્યાગ.-જેની પારકાનું દ્રવ્ય હરણ કરવાની બુદ્ધિ હોય છે તેને ભભવ પરઘેર દાસત્વ મળે છે. ચેરી કરનાર પુરૂષ આ ભવમાં વિવિધ દુઃખ અને પરભવમાં નરકગતિની સાથે દુર્ભાગ્ય અને દારિદ્ય પામે છે. પારદ્રવ્ય હરણ કરનારનું દાન શીલ તપ અને ભાવનાથી ઉપાર્જન કરેલું મહા પુણ્ય નિષ્ફળ જાય છે. ચેરી એ વધ કરતાં પણ અધિક છે. કારણ વધથી એક જીવને નાશ થાય છે અને દ્રવ્ય હરણ થવાથી વખતપર મહા સુધાને લીધે સર્વ કુળને નાશ થાય છે. ચોરીને ત્યાગ કરવાથી રોહિણીઓ ચેર દેવતાની બદ્ધિ પામે એ દૃષ્ટાંતથી વિવેકી પુરૂષે પ્રાણુતે પણ પરદ્રવ્યનું હરણ ન કરવું. કહ્યું છે કે, કુલીન પુરૂષ પ્રાણને પણ આ દુનિયામાં પારદ્રવ્યહરણ અને પરસ્ત્રીસંગ એ બે કાર્ય કરતા નથી. પરંતુ જેમ કણિયા દુષ્કાળની રાહ જુએ, વ્યભિચારિણી પતિને વધ તાકે, વિદ્ય ધનાઢયને
ગગ્રસ્ત શોધે, નારદ મુનિ કજીઆને ખળે, દેષગ્રાહી પરછિદ્ર જુએ અને શાકિની છળ કરે તેમ હા! રાજા પણ ધનવંતને નિઃ પુત્ર મરેલા વાંછે છે. તેમનાથી એ વ્રત પાળવાનું કેવી રીતે બને ?”
“૪ પરસ્ત્રીને ત્યાગ અને સ્વદાર થકી સંતોષા–ધર્મથ પુરૂષે પરસ્ત્રીને ત્યાગ કરે. જગતમાં અપકીર્તિ, કુળને ક્ષય અને
For Private and Personal Use Only