________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૪
શ્રી કુમારપાલ પ્રબંધ.
કારણ, અમે તેને ફરી ઉદ્ધાર કરાવીશું. પછી સૂત્રધાને બેલાવી મંદિર ફાટવાનું કારણ પૂછયું. ત્યારે તેમણે નમ્રતાથી કહ્યું કે, “હે મંત્રી રાજ! ભમતીવાળા મંદીરમાં ભરાયલે પવન જલદી નીકળી શકતો નથી, એ ખુલ્લું કારણ છે. હવે જે ભમતી વગરને પ્રાસાદ કરીએ તે કરાવનારના એટલે આપના વંશની વૃદ્ધિ ન થાય. તે સાંભળી મંત્રી છે કે, “ દેને વંશ સુસ્થિર છે ? એતે ભવ થાય છે. મારે તે ધર્મ એજ ખરૂં સંતાન છે. આ મહા કાર્યથી મારું નામ પણ તીર્થોદ્ધાર વડે જેમણે ભવને ફેરે મટાડ્યો છે તેવા ભરતાદિ રાજાઓની પંક્તિમાં દાખલ થશે.” એ પ્રકારે વિચાર કરી ધર્મવીર મંત્રીએ ભમતી અને દીવાલની વચ્ચે સજજડ પથ્થર ઘલાવ્યા. એકંદર ત્રણ વર્ષ તીર્થદ્ધારનું કામ પૂરું થયું. એ શુભકાર્યમાં મંત્રીએ ત્રણ કરોડમાં ત્રણ લાખ ઓછાં નાણાં વાપર્યા. એમ વૃદ્ધ પુરૂષનું કહેવું છે.
પછી પ્રતિષ્ટા સાફ થાહેમાચાર્યને તથા સંધને બોલાવી મેટા મહત્સવ સાથે વિક્રમ સંવત ૧૨૧૧ ની સાલે શનિવારના દિવસે સેનાના દંડ કળશ અને ધ્વજા ચડાવ્યાં. તે વખતે દેવપૂજામાં વીસ ગામ અને ચોવીસ બાગ ધર્માદાય કરી, તળટીમાં બાહડપુર નામનું નગર વસાવી, ત્યાં શ્રી પાર્શ્વનાથની પ્રતિમાથી અલંકૃત ત્રિભુવનપાળ નામને વિહાર બંધાવ્યું. મંત્રીના આ લકત્તર પ્રસિદ્ધ પરાક્રમથી પ્રસન્ન થઈ શ્રી હેમાચાર્ય બાલ્યા કે, “સર્વ જગત ધર્મના આધારે રહેલું છે. ધર્મને આશ્રય મહાન તીથી ઉપર છે. તીર્થ અરિહંત મૂલ છે. અરિહંત હાલ પ્રતિમા રૂપે વર્તે છે અને તેમને વાસ જે ચૈત્ય તેને ઉદ્ધાર કરવાથી, હે મંત્રીશ્વર, હું માનું છું કે, તમે સર્વ જગતને ઉદ્ધાર કર્યો છે. એ રીતે શ્રીસૂરિએ અને સકળ સંધે સ્તુતિ કરાયા પછી તે સચીવસિંહ પાટણ આવ્યો. ત્યાં તેના ઉદાર કૃત્યની હકીકત સાંભળી કુમારપાળ રાજાને ઘણે આનંદ થયો.
૧. દેવના ગભારાની પાછળ અને બે બાજુએ પ્રદક્ષિણા દેવા રાખેલી દેરા અંદરની જગા.
For Private and Personal Use Only