________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ સળ.
૧૭
તે સાંભળીચલુથ એકદમ બોકે, “હે દુરાત્મા, તું તારા પરિવારની માફક અહીંથી નાશી જા. નહીં તો આ બ્રહ્મરૂપ અગ્નથી તને યમરાજાને અતિથિ બનાવીશ.”
એટલે મેહે કહ્યું કે, “ રાગ, દ્વેષ અને કામ વિગેરે રહે અગર જાઓ. મને તેમની દરકાર નથી. મારો જ્યાડંબર બીજાની અપેક્ષા રાખે તેમ નથી ત્રણ લેકમાં વિજય કરનારે હું એક જ રણભૂમિપર તીણબાણ વડે લજજા મૂકી નાસતા તારા ત્રતરૂપી પ્રાણને નાશ કરીશ.”
ચાલુક્ય-“અરે! જે તું જીવવાની વાંછા રાખતે હેય તે રણભૂમિપર હથીયાર છોડી ચાલ્યો જા. નહીં તે શત્રુઓની સુચના સ્ત્રીઓની આખમાંથી ટબકતાં આંસુઓ વડે રણભૂમિ કાદવવાળી થશે. તારા જેવા નાસતાપર મારૂં શસ્ત્ર ચાલતું નથી.”
મેહ-“શું તેં મને પ્રથમ કોઈ વખત નથી જે અથવા તેં મારે વિષે ઘણીવખત નથી સાંભળ્યું કે, હું શત્રુઓની સ્ત્રીઓને વિધવાપણાની દીક્ષા આપનાર ગુરુ છું, જે તું આ નગરના ગોપુરદ્વાર સુધી વળાવનારા મિત્રને અતિશય વળગી રહી સૂતેલા સિંહને જગાડી પિતાના હાથે પિતાને નાશ કરવાનું હેરી લે છે.”
ચિલ્યુ- “ અરે મેહ, આટલે બધે વાણીને આડંબર શાને કરે છે? કર પહેલ પ્રહાર. આ તને અવકાશ આપે. પ્રહાર નહીં કરનારા પર પ્રહાર કરવાની કળામાં અમે ચાલ્યુ કુશળતા ધરાવતા નથી. મારી પ્રતિજ્ઞાની તને ખબર નથી. તેને સંગ્રામમાં હરાવી ધર્મરાજાને રાજયપર બેસાડું તેજ હું વિરકુંજર ખરો.”
એ પ્રમાણે ચાલુક્યનું બોલવું સાંભળી વધારે કોપાયમાન થયેલે મહ જેમ મેઘ જળ વર્ષ તેમ અને વર્ષદ વર્ણવવા લાગ્યું. રાજાએ પણ પ્રતિ અસ્ત્રોથી તે સર્વનું નિવારણ કર્યું. એમ
For Private and Personal Use Only