________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૨
શ્રી કુમારપલ પ્રબંધ.
naunan
હાથે તેમનું મોત થવાનું વિધાતાએ લખેલું છે, તે સત્ય કરવા હું તારી પાછળજ આવું છું. તારા સ્વામીને અને ધર્મને તૈયાર કર.”
પછી આ પ્રમાણે મેહ રાજાએ તિરરકાર કરવાથી જ્ઞાનદર્પણ કુમારપાલપાસે આવ્યું અને મોહ રાજાએ પણ તેની પાછળ પ્રયાણ કર્યું. તેણે માત્સર્યરૂપ અભેદ કવચ પહેરી નાસ્તિક્યરૂપી હાથીઉપર સવારી કરી હતી. દુકૃત્ય અને પ્રમાદરૂપી ચકચકિત અની શ્રેણિ ધારણ કરી હતી. દુર્ગાનરૂપી સેનાપતિના હાથ નીચે ક્રોધાદિ કટિ સુભટ તેની રક્ષામાં હાજર હતા. દુઃશાસ્રરૂપ તેના વાજિં. ત્રને અવાજ અનેક લેકેને ત્રાસ પમાડતા હતા. અનુક્રમે તે કુમારપાલના સૈન્યના પડાવ આગળ આવી પહોંચ્યા. ત્યાં રાગરૂપી કેસરી પ્રમુખને ઉશ્કેર્યા એટલે તે પણ શૂર ચઢવાથી વારાફરતી બેલવા લાગ્યા. પ્રથમ રાગ ઉઠો અને બેલ્યો કે, “જાગતે છતાં ધર્મ કોણ? અને કુમારપાળ કોણ? ઇંદ્ર અહિલ્યા સાથે જાર કર્મ કર્યું, બ્રહ્માએ પુત્રી સાથે સંભોગ કર્યો અને ચંદ્ર ગુરુપત્ની સાથે ગમન કર્યું. એ સર્વ મારોજ પ્રતાપ. અહે ! કાને અવળે રસ્તે નથી ચડાવ્યા? જગતને આવી રીતે ઉન્માદ ચઢાવતાં મારા બાણને કેટલે શ્રમ પડતો હશે?”
તે સાંભળી કે બોલ્યો કે, “હું તે જગતને આંધળું અને બહેરું કરી નાખું છું. મારાથી વૈર્યવાન અને સચેતન પણ અચેતન જેવા થઈ જાય છે. મને વશ બુદ્ધિવાનું પણ કૃત્ય જોતા નથી, હિત સાંભળતા નથી અને ભણેલું ધારતા નથી.”
એટલામાં લેભ, દંભ, અને અભિમાનાદિ સે ફણા ઉંચી કરી પૃથ્વી મંડળપર કોલાહલ મચાવી ગઈ ઉઠયા.
અહીં ચાલુક્યસિંહ જ્ઞાનદર્પણથી શગુના સિન્ય વિગેરેની સર્વ સ્થિતિ જાણી લઇ ઉત્સાહથી દેદીપ્યમાન થઈમેહ રાજાને તૃણ સમાન ગણવા લાગ્યું. તેણે સૈન્યની સહાય વગર પણ મેહ
For Private and Personal Use Only