________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૪
શ્રી કુમારપાલ પ્રબંધ.
અનુપમ ઉલ્લાસ પામતા લાવણ્યરૂપ અમૃતને ઝરનારી અને મારા આત્માને સ્નેહ કરાવતી આ અદ્ભુત કન્યા કેની હશે ?” એમ વિચાર કરતો ગુરૂ પાસે ગયો અને વિધિપૂર્વક વંદન કરી સભા ભરાયા પછી બેલ્યો કે, “હે પ્રભો! મારા મનનું હરણ કરનારી શાળાના દ્વારમાં ઉભેલી તે કન્યા કેની છે અને તેનું નામ શું છે?”
સૂરિએ રાજકુંજરને રાણાતિશયથી ઉલ્લાસતા જોઈ તેનું મન વિલેભવા કન્યાના કુળશીળાદિ સંબંધે કહ્યું કે, “હે સૈલુક્ય, સાંભળે. વિનય કેટ અને મર્યાદા ખાઈથી અત્યંત મજબૂત વિમલચિત્તનામનું નગર છે. ત્યાં અહંદ્ધર્મ નામનો રાજા રાજ્ય કરે છે. તે રાજાની સેવા કરવાથી સારા કુળમાં જન્મ, અનેક પ્રકારની વિભૂતિ, પ્રિયને સમાગમ, ઇષ્ટ પરંપરા, રાજકુળમાં ગુરૂતા અને નિર્મળ યશ મળે છે. એ તેને મહિમા છે. તે કુત્સિત વસ્તુ ઉપર આગ્રહ મૂકાવે છે, સ&િયામાં પ્રવર્તન કરાવે છે અને આત્મવત સ્વાશ્રિતોનું પાલણ કરે છે. તેના એવા ગુણોને લીધે તે સુરાજાના નામથી પ્રસિદ્ધ છે. દેવેંદ્રને પણ જેનું દર્શન દુર્લભ છે, એવી વિરતિ નામે તેને સ્ત્રી છે. તે સમગ્ર આ લેક તથા પરલેકનાં સુખની પ્રાપ્તિમાં હેતુભૂત છે. તે ધર્મ અને વિરતિને શમાદિ નામના પુત્ર છે. એક સમયે વિરતિએ કન્યાને જન્મ આપે, તેથી તેમની મને વૃત્તિ જરા ખિન્ન થઈ. તે જોઈ કન્યાના પિતામહ સર્વ તીર્થકર બોલ્યા કે, “પુત્રી થઈતેથી ઉદાસ કેમ થાઓ છો? એ તમને પુત્રોથી પણ અધિક વહાલી થશે અને તમને તથા તેના સ્વામીને
કોત્તર પ્રતિષ્ઠા આણી આપશે.” પિતામહની એવી સમજુતીથી ખુશી થઈ માતપિતાએ જનેત્સવ કર્યો અને તે કન્યાને કૃપાસુંદરી એવું નામ આપ્યું. હાલ તે યૌવનાવસ્થામાં આવેલી છે. પણ તેને મનગમત ભર્તા મળતો નથી, તેથી કે તેને વૃદ્ધકુમારીના ઉપનામથી ઓળખે છે.”
For Private and Personal Use Only