________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ પંદરમે,
કલ્યાણ ! હે હેમાચાર્ય, બ્રહ્માંડમાંડમાંથી શ્રી બ્રહ્માજી એમ વિચારે છે કે, તમારા નિર્મળ યશની રાશિવડે પૂર્વેજ પૂરી કાઢેલું આ બ્રહ્માંડમાંડ ફરીને સર્વ જીવોની હિંસાનું નિવારણ કરવાથી પુષ્કળ પ્રાદુર્ભત થયું છે. માટે કહે, હવે મારે ક્યાં રહેવું ?” a કાવ્ય સાંભળી રાજા ઘણે ખુશી થશે અને તેને એકલાખ રૂપિયા બક્ષિસ આપ્યા.
એક વખત કેઈ બ્રાહ્મણ કવિએ કેઈનાથી ઓળખી ન શકાય એવું દેવતાનું રૂપ ધારણ કરી હાથમાં લેખપત્ર સાથે સભામાં આવી રાજાને પ્રણામ કર્યા. એટલે રાજાએ પૂછયું કે, “તમે કોણ છો અને ક્યાંથી આવ્યા છો?” તેણે જવાબ દીધો કે, “મને દેવેંદ્ર આ લેખપત્ર આપને આપવા સારૂ અહીં મેક છે.” એમ કહી લેખપત્ર રાજાના હાથમાં આપે. રાજાએ તે ફેડીને સભા સમક્ષ વંચાજે. તેમાં આ શ્લોક લખેલું હતું,
स्वस्ति श्रीमति पत्तने नृपगुरुं श्रीहेमचंद्रं मुदा । स्वः शक्रः प्रणिपत्य विज्ञपयति स्वामिस्त्वया सत्कृतं ॥ चंद्रस्यांकमृगे यमस्यमहिषे यादस्सु यादःपते । विष्णोर्मत्स्यवराहकच्छपकुले जीवाभयं तन्वता ॥ १ ॥
“સ્વસ્તિ શ્રી પાટણનગર મધ્યે રાજગુરૂ શ્રી હેમાચાર્યને સ્વર્ગથી શકેંદ્ર આનંદ સાથે નમસ્કાર કરી વિજ્ઞાપના કરે છે કે, આપે ચંદ્રના લાંછન મૃગ, યમના વાહન મહિષ, વરુણના વાહન મગર અને વિષ્ણુના અવતાર રૂપ મત્સ્ય, વરાહ તથા કચ્છપના સમૂહને અભય આપવામાં બહુ સારું કર્યું છે.”
૧. સમૂહ. ૨. જગતરૂપી પાત્ર. ૩. ગીચ.
For Private and Personal Use Only