________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ તેરમે.
૧૩૫ -~- ~~-~ ~~-~~-~અને મૂળરાજાદિ ૭ પૂર્વજોનાં દિવ્ય સ્વરૂપ દેખાડયાં. તે જોઈ વિસ્મય પામી રાજાએ નમસ્કાર કર્યો. પછી દેવસ્ય વેદેકાર વડે અમૃત વર્ષાવતા હોય તેમ હાથ ઉંચા કરતા બોલ્યા, “હે નરેદ્ર! અમે જગતની સૃષ્ટિ સ્થિતિ અને સંહાર કરનારા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર છીએ. અમે પક્ષપાત વગર અમારા ભક્તને કરેલા કર્મના અનુસારે સારે સંસાર આપીએ છીએ. હે રાજન્ ! બ્રાંતિ મૂકીને અમને દેવ માની વેદધર્મને મુક્તિને માટે ગ્રહણ કરવું અને અમારા પ્રતિરૂપ દેવબોધિ યતીશ્વર ઉપર ગુરૂબુદ્ધિ રાખ.” એમ કહી દેવ અદૃશ્ય થયા. તે પાછળ પૂર્વજો પણ, “વેદમાર્ગને કિંચિ
ભાત્ર ત્યાગ કરે ઉચિત નથી, એમ શિખામણ આપી સ્વસ્થાનકે ગયા. આ પ્રસંગે રાજા અદ્દભુત સાગરમાં મગ્ન થઈ જડ જેવો બની ગે. પછી દેવબોધિ પ્રમુખ સભાજનેને વિસર્જન કરી તે ભેજના કરવા ગયે, એટલે વાડ્મટ મંત્રીએ તત્કાલ શ્રીહેમાચાર્ય પાસે જઈ સર્વ હકીકત નિવેદન કરી. તે સાંભળી તેમણે કહ્યું કે, “કંઇ ફિકર નહીં, સવારે રાજાને તમારી સાથે ગમે તે પ્રકારે તેડી લાવવાની ગોઠવણ કરજે.”
મંત્રી ગુરૂનું વચન માથે ચઢાવી ઘેર ગયે. રાજાનું મન સંશયથી ડેાળાયેલું જ હતું. તેણે સંધ્યાકાળે દરબારમાં આવેલા વાલ્મટને પૂછયું કે, “આ સમયમાં દેવધિ જેવો કોઈ કલાવાનું ગુરૂ દેખાતું નથી. આપણા ગુરૂ શ્રી હેમાચાર્યમાં એવું કલાકૌશલ્ય હશે કે નહીં વારૂ ?” વાડ્મટે “આપણા ગુરૂમાં !” એવાં રાજાનાં વચને સાંભળી અત્યંત હર્ષિત થઈ ઉત્તર આપ્યો કે, “મહારાજ ! આપ પ્રાત:કાળે ઉપાશ્રયમાં પધારી દેવધિ વિગેરે સભા સમક્ષ પૂછશે એટલે સર્વ સમજાશે.” પછી સભા વિસર્જન થઈ એટલે મંત્રી સૂરિને ખબર આપી સ્વસ્થાનકે ગયે. - સવારે શ્રીસૂરિ ભીંતથી છેટે ગોઠવેલા સાત ગાદીઓના (પટેના) આસન ઉપર બેઠા. ઠરેલા વખતે શ્રીલુક્ય, સામંત, રાજ
For Private and Personal Use Only