________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ તેરમે.
૧૩૩
દેવબોધિ, “ મુશિમુ સરસ્વતિ,”એ અક્ષરે છે. દેવી તેથી ખુશી થઈ યથેચછ વર આપી અંતર્ભત થઈ.
ત્યાર પછી મહેંદ્રજાલાદિ વિધામાં ચૂડામણિ, મંત્રાદિશાસ્ત્રના બળથી ભૂત ભવિષ્ય વિગેરેને જાણનાર, પૂરક રેચક અને કુંભકના સાધનથી વાયુસંચારમાં ચતુર, ઈડા પિંગલા સુષુમણા ગોધારી અને હસ્તિની પ્રમુખ દશ મહા નાડીઓમાં વાયુને સતત સંચાર કરવામાં પ્રવીણ, ૮૪ આસન કરવામાં પ્રસિદ્ધ, શરીરમાં રહેલા ૬ ચક્ર, ૧૬ આધાર, ૫ એમ, ૩ શૂન્ય અને 3 લક્ષ વિગેરેનો જ્ઞાતા, કાચા સૂત્રથી બાંધેલી કમબનાળથી યુકત કેળપત્રની પાલખીમાં બેસનાર અને બ્રાહ્મણથી માંડી માતંગ સુધીમાં જે પ્રાર્થના કરે તેને ઘેર યથાયોગ ભેજન કરનાર તે દેવધિ શ્રી કુમારપાળ રાજાને જૈન ધર્મમાં અનુરક્ત જાણીને સર્વ બ્રાહ્મણોની પ્રાર્થનાથી પાટણના પરીસરમાં આવ્યું. તેની ઇંદ્રજાળ વિગેરે કળાઓને લીધે સર્વ રાજમંડળ અને નગરજને ચમત્કાર પામી તેની સેવા કરવા લાગ્યા. કળા વિનાને પણ વતી (સાધુ) માન પામે છે તે કળાવાન વિશેષ માન પામે એમાં શી નવાઇ? સુવર્ણ સ્વભાવથી જ પ્રિય લાગે છે તે પછી રત્નજડિતનું શું કહેવું ? દૂર વસતા સપુરૂષોના દૂતનું કામ તેમના ગુણેજ બજાવે છે. કેવડાની સુગંધ લેવા ભમરા પિતાની મેળે જ આવે છે. કુમારપાળ રાજા પણ સામંતમંડળથી દેવધિનું શાસ્ત્રમાં કળકૈશલ્ય સાંભળી મનમાં આશ્ચર્ય પામ્યું અને તેને જોવાની ઉત્કંઠાથી મોટા માનભેર તેડાવ્યું. તે અશ્રુજળથી તૂટી જાય એવા કાચા સૂત્રના તારથી બાંધેલી, કમળની નાળના દાંડાને આધારે રહેલી અને આઠ વર્ષની નાની વયના બાળકે એ ખભા ઉપર ઉપાડેલી કેળપત્રની પાલખીમાં બેસીને રાજસભામાં આવ્યું. રાજાએ તેને ચમત્કાર જોઈ ઉભા થઈને નભરકાર કર્યો અને સુવર્ણના આસન ઉપર બેસવા વિનંતિ કરી. તેણે પણ, “હે રાજન ! શંકર તમને સુખ કરે ! બ્રહ્મા બ્રહ્માનંદ આપે ! વિષ્ણુ
For Private and Personal Use Only