________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૧
ભાગ બારમે. mannan na menanam રણ કરે છે. બાકી વિદ્વાન પુરૂષ તે પિતાના મન સાથે પરીક્ષા વડે નિશ્ચય કરીને ધર્મમાં પ્રવૃત્તિ કરે છે. જેમ નાવિકને આધીન નેકાઓ સમુદ્રમાં ભમ્યા કરે છે તેમ હટને આધીન પુરૂષ બીજાના ઉપર વિશ્વાસ રાખી પ્રમાદરૂપી જળમાં ભટકે છે. જ્યાં સુધી બીજાના વિશ્વાસ ઉપર બુદ્ધિ રહે છે, ત્યાં સુધી કષ્ટ ભેગવવું પડે છે; માટે હમેશ અર્થમાં પિતાનું મન ઘટાવવું. આમવાદ કંઈ આકાશમાંથી પડતો નથી. આગમ અને યુકિતથી જે અથે પ્રાપ્ત થાય તેને સેનાની પેઠે પરીક્ષા કરીને ગ્રહણ કરે. પક્ષપાત કરવાની જરૂર નથી. સાંભળવામાં કાનનો પાકો ઉપયોગ કરો અને વિચારવામાં બુદ્ધિ વાપરવી. જે પુરૂષ સાંભળીને વિચાર ન કરે તેને કાર્યપ્રાપ્તિ શી રીતે થાય? જેમ ચતુર પુરુષ પિતાની આંખે વિષ, કાંટા, સર્ષ અને કીડા વિગેરે દેખી તેમને દૂર કરી સાથે માર્ગે જાય છે તેમ કુશાસ્ત્ર, કુદૃષ્ટિ અને કુમાર્ગના દેને તજી સૂક્ષ્મ રીતે વિચાર કરે. અહીં બીજાએને શું અપવાદ છે ?” - ઈત્યાદિ સૂરિને ઉપદેશ સાંભળી શ્રીચાલુક્ય સેનાની શ્રી શાંતિનાથની નવીન મૂર્તિ ભરાવી સર્વ દર્શનના લેકે, રાજગુરૂ અને પુરોહિતાદિ બ્રાહ્મણના દેખતાં દેવગૃહમાં સ્થાપન કરી, કુલદમાગતથી આવેલા શંકરાદિ દેવેની સાથે શુદ્ધ શ્રી જિતેંદ્ર દેવની પણ નિરંતર પૂજા કરવા લાગ્યા. સોમેશ્વરની વાણી યાદ આવવાથી વિશેષ ખાત્રી થયે શ્રીહેમાચાર્યનાં ચરણકમલને રાજહંસની માફક સેવવા લાગે. કોઈ વખત પોતે ઉપાશ્રયમાં જઈ અને કઈ વખત સૂરિને સભામાં નિમંત્રણ કરી તેમના મુખથી શુદ્ધ ધર્મના રહસ્યનું શ્રવણ કરવા માંડયું. અનુક્રમે મિથ્યાત્વથી પરાક્ષુખ અને બ્રાહ્મણવર્ગપર નિરાદર થઈ નવીન શ્રાવકપણું ધારણ કર્યું. તે જોઈ શ્રીહેમાચાર્યને મહિમા સહન ન થવાથી પુરોહિત અને રાજગુરૂ વિગેરે બ્રાહ્મણોએ દેવબોધિ નામના સંન્યાસીએના આચાર્યને તેડાવ્યું. તે દેવબોધિ કોણ હતો, કેમ આ અને તેણે શું કર્યું તે આગળ કહીએ છીએ.
For Private and Personal Use Only