________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ બારમે.
૧૨૭
*
અભ્ય
“દુષ્ટ બુદ્ધિના બળથી જેને પદાર્થસમૂહનું જ્ઞાન થતું નથી અને જેનું ચિત્ત વિજ્ઞાનથી શૂન્ય હોય છે, એવા પિતપોતાના સ્વાર્થમાં તત્પર પુરૂષ તે ઘેરે ઘેર જોવામાં આવે છે; પણ આનંદમૃત સાગરના છાંટાથી જન્મજવરને શાંત કરી મુક્તિના મુખચંદ્રનુ અવકન કરવામાં તત્પર એવા પંડિતે વિરલા જ હોય છે. ફક્ત બેલવામાં શ્રેષ્ટ પણ પરમાર્થરહિત એવા 'વિકથા કહેનાર મનુષ્ય દુર્લભ નથી; પણ ધર્મમાં સ્થિર રહીને જગતના હિતને માટે ધર્મનું કથન કરનારા દુર્લભ છે. ચતુર પુરુષો પણ જે માર્ગમાં પ્રવેશ કરે છે, તેમાં જ રતિ પામે છે. તે યુક્ત છે. ધુતારાથી મેહ પામેલા કયા પુરૂષનું ચિત્ત આ લેકમાં વિશ્વમ પામતું નથી? વધારે બેલવાથી શું ? અજ્ઞાનરૂપી તિમિરથી અંધ એવા પુરુષનાં નેત્ર જેમણે જ્ઞાનરૂપી અંજનની સળીથી ઉઘાડ્યાં છે તે ગુરૂઓને નમસ્કાર થાઓ. સૂર્યકાંત મણિની સ્પીવડે વિમલ સ્વભાવે કરીને સુંદર એ આ જીવ આત્માના સ્વરૂપની સ્થિતિના નાશવાળો થઈ સંબંધના વશ થકી અનેક પ્રકારની વિકૃતિને ધારણ કરે છે; પણ જે સૂર્યની પેઠે ગુરૂના ડા ચરણકમલની સેવાને પામે તે તે પિતામાંથી ઉત્પન્ન થયેલા બલિષ્ઠ તેજ વડે કર્મરૂપી ઇંધનને ભસ્મસાત કરી નાખે છે. મહાવ્રતને ધારણ કરનારા, પૈયૅવાનું, ભિક્ષા માત્રથી આજીવિકા કરનારા, સર્વ સાવદ્ય (પાપમય) વ્યાપાર ગિની નિવૃત્તિ કરનારા અને ધર્મને ઉપદેશ કરનાર પણ ગુરૂ માનેલા છે. તે માટે એવા પ્રકારના ગુરૂનું જ સેવન કરવું, બીજાનું નહીં. જેમને વધ ધર્મ, જળ તીર્થ, ગાય નમવા ગ્ય, ઘરબારી ગુરૂ, અગ્નિ દેવ અને બ્રાહ્મણ દાનપાત્ર છે, તેમનાથી શી સ્તુતિ બની શકે ? એ પ્રમાણે ગુરૂતત્વ છે.
ધર્મતત્વ. માણસ ધર્મની શેધ કરે છે, પણ શોધ કરતાં વિશેષ કરીને તીર્થંકર ભગવાને પ્રરૂપેલે સર્વ જીવોને વિષે દયા રાખવા રૂપ ધર્મજા
૧. નકામી વાત.
-
-
.
.
..
.
.
..
For Private and Personal Use Only