________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦
શ્રી કુમારપાલ પ્રબંધ.
જાણવા જે જન્મ મરણથી રહિત, નિત્ય ચિદાનંદમય જ્ઞાનપ આત્માવડે સર્વત્ર વ્યાપી રહેલ છે. આ પ્રકારના નિરુપણથી તીર્થકર તેજ વિષ્ણુ છે અને તેના ભકતોને અવશ્ય મુક્તિ થાય છે. હે ચાલુક્યરાજ, આમાં આ પરમાર્થ છે. જીવ બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એ ભેદથી ત્રણ પ્રકારને છે. પિતાના શુદ્ધ આત્મજ્ઞાનથી ઉત્પન્ન થતા સ્વાભાવિક સુખનું શત્રુભૂત એવું જે ઇંદ્રિયસુખ તેમાં જે જીવને આસક્તિ હોય તે બહિરાત્મા, અથવા હેય (ત્યાગ કરવા યોગ્ય) અને ઉપાદેય (આદરવા ગ્ય) ના વિચારમાં પરસ્પર અપેક્ષા સહિત નયની વહેંચણના જ્ઞાનની શ્રદ્ધાએ રહિત જે જીવ તે બહિરાભા. તે થકી વિપરીત ગુણવાળે અંતરાત્મા, વિમળ કેવળ જ્ઞાનથી કલેકનું
સ્વરૂપ જાણ્યું છે જેણે તે પરમાત્મા જ્ઞાનાત્માથી વ્યાપકપણએ કરીને વિષ્ણુ, પરબ્રહ્મ સંજ્ઞાવાળી પિતાની શુદ્ધ આત્મા ભાવનામાં મગ્નપણાએ કરીને બ્રહ્મા, અનંત જ્ઞાનાદિ ગુણના ઐશ્વર્યપણાએ કરીને ઈશ્વર, ક્ષાયિકપણુએ કરીને (રૂડા જ્ઞાનપણએ કરીને) સુગત (બુદ્ધ), રાગાદિના જીતવા થકી જિન (તીર્થકર ). અને શિવ (નિર્વાણુ) પામવાથી શિવ એ આદિ અનંત નામેથી ઓળખાય છે અને તે પરમાત્મા વીતરાગનેજ કહીએ છીએ સહસ્ત્ર નામ માત્રમાં અનુરક્ત હૃદયવાળા અને પરમાર્થને નહીં જાણનારા લૈકિક જ વૈષ્ણની મુકિત છે એ પ્રકારે બેલે છે. આ પ્રકારે રહસ્ય છે. કહ્યું છે કે, જિન એજ મહાદેવ, સ્વયંભૂ, પુરૂષોત્તમ, પરાત્મા, સુરત અને સ્વર્ગ મૃત્યુ પાતાલને અદશ્ય સ્વામી છે. ત્રિગુણ્ય એટલે સત્વગુણ રજોગુણ અને તમોગુણ વિષયિક સંજ્ઞાઓ બુદ્ધ અને ઇશાનાદિમાં રહેલી છે. પરંતુ લેકોત્તર સત્વથી ઉત્પન્ન થયેલી જે સંજ્ઞાઓ તે સર્વે જિનમાં રહેલી છે. જેમ ચાલાક વેપારીઓ રેહણાચળથી વિવિધ રત્નોને લઈ જઈ સુવર્ણનાં આભુષણો બનાવી તે તે નામે ઓળખાવે છે તેમ લેકે પરમાત્મા જિનેશ્વરમાંથી ગુણે લેઈ જઈ પોતપોતાના. માનેલા દેવમાં સ્થાપન કરી તે તે ગુણવાચક સંજ્ઞાઓથી તેમને
For Private and Personal Use Only