________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮
શ્રી કુમારપાલ પ્રબંધ.
સૂયોપાસના. વળી કેટલાક દિવસ ગયા પછી કોઈ મત્સરીએ રાજાને કહ્યું કે, “મહારાજ, આ જૈની લેકે પ્રત્યક્ષ દેવ જે સૂર્યનારાયણ તેને માનતા નથી.” તે સાંભળી સૂરિ બોલ્યા કે, “સૂર્યનું તેજ તે અમારાજ હૃદયમાં રહેલું છે. કેમકે, અમેજ તેને અસ્તરૂપ દુઃખ પ્રાપ્ત થયે છતે આહારપાણીને ત્યાગ કરીએ છીએ. તેને અસ્ત થાય ત્યારે પાણી પીવું વ્યાજબી નથી. જુઓ સ્કંદપુરાણમાં પણ રૂદ્રમણીત કપાલમેચન તેંત્રનેવિષે કહ્યું છે કે, હે સૂર્ય! તારાથી આ સર્વ જગત વ્યાપ્ત છે, માટે તું જગતના જીવને ધ્યાન કરવા ગ્ય છે. તારે અસ્ત થાય ત્યારે પાણી લેવું તે રૂધિર બરાબર છે. તારા કિરણોથી સ્પર્શ થયેલું પાણી જ પવિત્રતા પામે છે. જયારે પાણીની એવી સ્થિતિ હોય ત્યારે ભેજન તે ક્યાંથીજ શુદ્ધ હોય? મતલબ કે રાત્રે બન્ને અશુદ્ધ હેય. તત્વથી તે અમેજ સૂર્યને માનનારા છીએ. કેઈ પંડિત કહી ગયો છે કે, જેયા આ સૂર્યના સુસેવકે જેઓ સૂર્યનું મંડળ વાદળથી આચ્છાદન થયું હોય ત્યારે તે ખાતા નથી અને જયારે તેને અસ્ત થયે હેય છે ત્યારે તે નિરાંતે ખાય છે. આ કેવું એમનું સેવકપણું? હે રાજનું, આ દેખાય છે તે સૂર્ય નથી, પરંતુ સૂર્યનું મંડળાકારે વિમાન છે. તેને સ્વામી જે સૂર્યદ્ર છે તે તીર્થકરને ભક્ત છે એમ તત્વદૃષ્ટિથી જણવું.
વિષ્ણુભક્તિ. એટલામાં બીજો કોઈ બોલ્યો કે, “રાજન ! વૈષ્ણ વિષ્ણુ વિના બીજાથી મુક્તિની પ્રાપ્તિ માનતા નથી.” રાજાને તેને યથાર્થ બંધ ન થે, તેથી સૂરિને પૂછયું. સૂરિ બોલ્યો કે, “હે રાજન ! એ કહે છે તે સત્ય છે, પરંતુ વૈષ્ણવો તે જૈનના સાધુઓનેજ સમજવા. કારણ કે, તેઓ જ તેની પરમભક્તિ કરનારા છે. જુઓ ગીતામાં અર્જુન આગળ વિષ્ણુએ કહ્યું છે કે, “હે અર્જુન! હું પૃથ્વીમાં, અગ્નિમાં, જળમાં, વનસ્પતિમાં અને યાવત્ સર્વ
For Private and Personal Use Only