________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ અગીયારમે.
૧૧૭
ભાગ ૧૧ મો.
કુમારપાળ-હેમાર્યસાથે બ્રાહ્મણને
વાદવિવાદ.
અજિતેંદ્રિયતા. હવે રાજાની અને સૂરિની પરસ્પર આવ જાવ થઈ અને રાજા સૂરિના ગુણગ્રામ કરવા લાગ્યું. તેથી વિરોધી પુરોહિત એક વખત રાજાને કહેવા લાગ્યો કે, “મહારાજ, આ હેમાચાર્ય નમકરને ગ્ય નથી. કારણ કે તે અજિતેંદ્રિય છે.” રાજા બોલ્યો કે, “કેમ?” ત્યારે તેણે કહ્યું કે, “વિશ્વામિત્ર અને પરાશર વિગેરે જેઓ સૂકાં પાંદડાં અને ઝરણનું પાણી વાપરી નિર્વાહ કરતા તેઓ પણ સુંદર સ્ત્રીનાં મુખકમળ જોઇ મોહ પામ્યા તો જે પુરૂષો થી, દુધ અને દહીં વિગેરે યુકત ભેજન જમે છે તેમનાથી ઇંદ્રિને નિગ્રહ કેવી રીતે થાય? જુઓ તે એમને દંભ !” તે સાંભળી સૂરિ બેલ્યા, “મુનિયે એ પ્રકારે અહાર કરતા નથી, પરતું ત્રીજે પ્રહરે ગુરૂની આજ્ઞા લેઈ અંત પ્રાંત અને રૂક્ષ એ પણ સ્વલ્પ અહાર કરે છે. તેવા અહારથી તેમને રાગાદિની જ પ્રાપ્તિ થતી નથી તો વિષય તે કયાંથી હોય ? વળી તે મુનિ, રોગની ઉત્પત્તિ થઈ હોય ત્યારે, મેહને ઉદય થયો હોય ત્યારે, સ્વજનને ઉપસર્ગ થયે હેય ત્યારે, પ્રાણીને ઉપદ્રવ હોય ત્યારે, તપ કરે છે ત્યારે અને અણસણ કરવું હોય ત્યારે, અહારને ત્યાગ કરે છે. વળી અહારજ એકાંતપણે અજિતેંદ્રિયપણાનું કારણ છે એમ ન સમજવું. પરંતુ મેહનીય કર્મની પ્રકૃતિના તીવ્ર, અતીવ્ર, મંદ અને અતિમંદ એ આ પ્રકારના ભેદ પણ છે. જુઓકે, બળવાનસિંહ હાથી અને મુંડનાં માંસ
નું ભક્ષણ કરે છે તો પણ વર્ષમાં એક જ વાર વિષય સેવે છે અને કબૂતર સૂકા કાંકરા ખાય છે તે પણ નિરંતર વિષયનું સેવન કરે છે. બોલો અહીં શો હેતુ છે?” આ ઉત્તરથી યુરોહિતનું મહેડું વિલયું થઈ ગયું. તે જોઈ રાજા ઘણે પ્રસન્ન .
For Private and Personal Use Only