________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
. ભાગ એ.
માફ્ક મદ્યમાં પણ વિકલપણાદિ દૂષણે રહેલાં છે એમ વિચારી બુદ્ધિમાન્ પુરૂષ પ્રિય કલ્યાણની ઇચ્છાથી તે બેને ત્યાગ કરે છે. તેમ તમારે પણ ઇષ્ટ કાર્યની સિદ્ધિસારૂ મધમાંસને વર્જ્ય કરવાં જોઇએ. ” સૂરિનાં એ વચનથી પ્રતિબધ પામી તે વીરચૂડામણિ રાજાએ મદ્યમાંસના ત્યાગ કર્યા અને મદીર અંધાવવાનું ઈષ્ટ કાર્ય જલદી પૂરૂં થવાસારૂ અગણિત દ્રવ્ય મોકલવા લાગ્યા. યુક્ત છે, પોતે આર ભેલા કાર્યમાં ઉદ્યમવાન્ કાણુ નથી હતું ? બે વર્ષે મંદીર અંધાઈ રહ્યું એટલે રાજાએ તે વ્રત(બાધા) છેડા વવાની સૂરિને વિન ંતી કરી. સૂરિ બાલ્યા કે, “ મંદીર તા પૂરૂં થયુ પણ શિવજીની યાત્રા થયેતે મૂકવું જોઈએ. ” રાજાએ તે વાત અંગીકાર કરી. પછી સૂરિ પેાતાને સ્થાનેકે ગયા.
''
૧૧
હવે રાજા સભામાં સૂરિના ગુણ ગાવા લાગ્યા. તે સાંભળી પુરોહિત કાપ રૂપી અગ્નિથી તપી જઈ બેલ્યા કે, “ મહારાજ, એ હેમાચાર્ય આપને વશ કરવાને માટે આપના મનને ગમતી વાત કહે છે. બાકી એ તે આપણા ધર્મઉપર દ્વેષ રાખીનેજ ખુશી થાય છે. જો એમ નહીં હાય તા તે આપના બાલાવ્યાથી સામેશ્વરને નમરકાર કરવા સાથેજ આવશે. પરંતુ આપ કહેશે તા એ તે આવવાના નથી. ” આવી રીતે બેલવું હલકા માણસાને ધટે છે. કારણ, તેમનું હૃદય એટલું સુકુમાર હોય છે કે તે હ્રયમાં રહેલું અપ્રિય પણ એકદમ ખાલી જાય છે. પણ જે પડિત પુરૂષ છે તે તા તેને હિત ભણીજ માને છે.
""
For Private and Personal Use Only
પછી પ્રાતઃકાળે સભામાં પધારેલા સૂરિને રાજાએ પુરહિતના વચનની પરીક્ષા કરવા સારૂ સામેશ્વરની યાત્રામાં આવવાની પ્રાર્થના કરી. સૂરિ કાઈ પ્રકારે પુરાહિતની દુષ્ટતા જાણી લેઈ રાજાને જૈની કરવાની ઈચ્છાથી મેલ્યા કે, “ હે રાજન! જેમ કેાઈ ભૂખ્યાને ભેજનસારૂ નિમત્રણા કરે તેમ તમે મહાત્મા પુરૂષને યાત્રાને અર્થે નિમ ત્રણા કરી. તીર્થના સ્પર્શ કરવા એતા મારા આચાર છે. તેના વિનાની એક ક્ષણ પણ શ્રુતમાં ગયેલા અર્થતી માફ્ક મારા મનને