________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુમારપાલ પ્રબંધ.
ભાગ ૭ મો.
કુમારપાળ–રાજ્યાભિષેક. હવે રાજગાદી આપવાના સંબંધમાં સામત અને મંત્રીઓ વચ્ચે વાદ ચાલતાં સર્વાનુમતે એમ ઠર્યું કે, કૃષ્ણદેવે હકદારોને દરબારમાં રજુ કરવા. તેથી કૃષ્ણદેવ બીજા બે કુમારે સહિત કુભારપાળને વસ્ત્રાભૂષણથી અલંકૃત કરી અhઉપર બેસાડી રાજભુવનમાં તેડી લાવ્યું. પછી એક કુમારને સિંહાસન આગળ બેલાવવામાં આવ્યું. ત્યારે તે મંત્રીઓને નભરકાર કરી બેલ્યો કે, “શું કહો છો ?” આ ઉપરથી મંત્રીઓને તે રાજયલાયક ન જણાયે તેથી તેને નિષેધ કરી બીજા કુમારને બોલાવ્યો. તેને સિંહાસન પાસે આવતાં ગભરાટ થવાથી વસ્ત્રનું પણ ભાન ન રહ્યું. તે જઈ સભાસદોએ વિચાર કર્યો કે, જે પોતાનું એકલું અંગ ઢાંકવાને ગભરાય છે તે સમાગ મહારાજયને કેવી રીતે સંભાળી શકશે ? માટે એ પણ ગાદીને લાયક નથી. પછી કુમારપાળને બેલા. તે હાથમાં સમશેર રમાડતે પ્રફુલ્લિત ચહેરાથી ખભા ઉપર ઉત્તરીય વસ્ત્ર નાખી ઉચો શ્વાસ લેઈ સિંહાસન પર બિરાજમાન થયું. તે જોઈ બંદીજને બેલી ઉથાકે, “લક્ષ્મી વંશપરંપરાથી આવતી નથી, તેમ શાસ્ત્રમાં પણ લખેલી નથી. માત્ર વીર પુરૂષ સમશેરના પ્રતાપથી તેને ઉપભોગ લે છે. આ વસુંધરા વીરપુરૂષોને જ ભેગવવા ગ્ય છે”. કુમારપાલની આ પ્રમાણે ચેષ્ટા જોઇ કૃષ્ણદેવ વિગેરે સર્વ સામતે ઘણુ ખુશી થયા. પછી તેમણે વિક્રમ સંવત. ૧૧૯૯ ના માર્ગશીર્ષ વધ ૪ ને દિવસે પુષ્ય નક્ષત્ર, મીન લગ્ન અને ઉચ્ચ ગ્રહોને વેગ આથી તેને રાજ્યાભિષેક કર્યો. આ વખતે કુમારપાળની ઉમર ૫૦ વર્ષની હતી. આ માંગળિક પ્રસંગ આવ્યાથી પ્રેમળદેવી વિગેરે રાજભગિનીઓએ મહત્સવ માંડવે. સામંતો અને મંત્રીઓએ નજરાણામાં હસ્તિવિગેરેની
For Private and Personal Use Only