________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૮
પરિશિષ્ટ ૩ કરે તો પણ તેનો સમય ઠરાવો બહુ મુશ્કેલ છે પણ તે બહુ પ્રાચીન છે એટલું તો ખરું. શિવમતને આદ્ય પ્રચાર ગુજરાતના કિનારા ઉપર થયે એ વાતને આ હકીકતને પણ ટેકે મળી શકે. અને ખંભાતના અખાતના સાન્નિધ્યમાં ઘણા પ્રાચીન કાળમાં કોઈ મોટું શિવતીર્થ હતું અને હાલના સ્વરૂપમાં નહિ તે કોઈ જુદા સ્વરૂપમાં શિવ અને લિંગપૂજા વેદકાળ જેટલી જ જૂની હતી અને વૈદિક તથા પાછળથી જૈન, બૌદ્ધા ને વળી પાછા વૈદિક એમ બધાના એ લોક સાથે ઝઘડા થતા એ બધું વ્યક્ત થાય છે.
આ પ્રમાણે મુદ્દા આગલી ચર્ચામાંથી નીકળે છે. અને પૌરાણિક પરંપરાઓના આધારે કરેલાં આ અનુમાનો જે ખરાં હોય અગર ખરો રસ્તો બતાવનારાં હોય તો એ ઉપરથી એટલું તો જણાય છે કે ગુજરાતને કિનારે ઘણા પ્રાચીન સમયથી વસ્તીવાળા અને સુધારેલા ઉદ્યોગ અને વેપારી વર્ગના વસવાટવાળો હોવો જોઇએ. ખંભાતનું સ્થળ અસલથી સમૃદ્ધ, કેન્દ્રરૂપ, અને ધાર્મિક સ્થાનરૂપ હેવું જોઈએ અને આદ્ય લિંગપૂજાના સ્થાનરૂપ પણ હોવું જોઈએ. હિંદના આ પશ્ચિમ કિનારા પાસે બીજા બેટ પણ હોવા જોઇએ અને એ પ્રદેશની ભૂગોળ આજ છે તેથી કાંઈક જુદી પણ હેવી જોઇએ. આ અનુમાને હિંદના કોઈ પણ સ્થળ કરતાં આ પશ્ચિમ કિનારે વધારે જૂની સંસ્કૃતિવાળો અને પાછળથી ભ્રમણયુગમાં એ સંસ્કૃતિને ચારે તરફ વહેંચનારે હવે જોઈએ અને ખંભાત અગર એ સ્થળે જે નામે જે શહેર હોય તેણે એક વખત આ બધી બાબતોમાં ઘણો ઉપયોગી ભાગ ભજવેલો હોવો જોઈએ.
For Private and Personal Use Only