________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
સામાજિક વિકાસ-કેળવણી ગુસવારિ મિ કીધો અભ્યાસ, મુઝ મન કેરી પહોતી આસ.
શ્રીગુરુ નામિં અતી આનંદ, વંદો વિજયાનંદ સૂરિદ. આ વર્ણન ઉપરથી લોક, તેમની ધર્મભાવના, પહેરવેશ, વેપાર, બધાનો ખ્યાલ આવી શકે છે. બીજાં વર્ણન આટલા લાંબા ન આપતાં ખાસ વિશેષતા આપીએ.
વસત વિવહારીઆ કનક કેડે ભર્યા. ઉઠી પરભાતિ જિન મંદિર જાવઈ (શ્રેણિક રાસ.)
જિહાં બહુ માનવને વાસો, પહોંચે સહુકોની આશ. ભૂખ્યો કે નવિ જાય, ઘેરે ઘોડા ગજ ગાય. વહાણ વેપાર વ્યાપારી, વૃષભ વહેલ તે સારી. સાયર તણાં જળ કાળાં, આવે મોતી પરવાળાં. નગર ત્રંબાવતી સારો, દુખિયા નરનો આધાર. નિજ પુર મુકીઅ આવે, તે અહીં બહુ ધન પાવે. ઈસુ અનુપમ ગામ, જેહના બહુ છે નામ. ત્રંબાવતી પિણ કહિયે, ખંભનગર પિણ લહિયે. ભોગવતી પિણ હોય, નગર લીલાવતી જોય. કર્ણાવતી પિણ જાણું ગઢ મઢ મંદિર વષાણુ. વિવિધ વ્યાપારિયા નિર, જોઈ ત્રપળિયો હરખો. મેટી માંડવી કુર, દાણ ચોરી તિહાં વરજે.
નજ અને કપુરમાં વસે નહિ. વિદ્યાની વાત, બહુ ધન ધાન્ય તે ભરી વસ્તુ અનુપમ સાત. વહેલ વરઘેડે વીંઝણો મંદિર જાલિ ભાત.
ભેજન દામને ચૂડલો, એ સાતે ખંભાત. (ભરતબાહુબલિ રાસ) ખંભાતમાં વિખ્યાત જૈન આચાર્યોનાં આગમન તથા અનેક જૈન શેઠિયાઓનાં ધર્મકાર્યો વગેરેના એટલા બધા ઉલ્લેખો મળે છે કે જેનોની દષ્ટિએ ખંભાતના ઇતિહાસની એક નાની પુસ્તિકા જુદી થાય. હીરવિજય સૂરિના ખંભાતના ઉલ્લેખો ઘણા છે અને એમના શિષ્ય વિજયસેન સૂરિએ તે વજિયા–રાજિયા, ઉદયકરણ, સોની તેજપાલ વગેરેને ખંભાતમાં જિનાલની પ્રતિષ્ઠા કરવા પ્રેરેલા. એ સૂરિશ્રી વિ. સં. ૧૬૭૨ (ઈ.૧૬૧૬)માં ખંભાતના અકબરપુર પરામાં જ નિર્વાણ પામ્યા. શ્રી
- ૬ એ વખતની પાઘડીનું માપ નેંધવા જેવું છે. પાંત્રીસ ગજ લાંબી. વળી કઈ કઈ ફાળિયાં પણ બાંધતા. ૭ આનંદ કાવ્યમહોદધિ મૈ. ૮.
For Private and Personal Use Only