SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વેપાર અને વહાણવટું ૧૧૮ હિંદના કિનારાનાં પણ કાંકણથી દક્ષિણનાં અને પૂર્વ કિનારાનાં બંદરા પણ નથી. એટલેકે ખંભાતનું વહાણવટું જે એક વખત આખા એશિયામાં સર્વોપરી હતું તે ઓગણીસમી સદીમાં છેક નજીકનાં બંદરે પૂરતું આવી ગયું હતું. જે વહાણા ખંભાતના ખારામાં આવતાં તે ‘ અતેલા ’ જાતનાં હતાં. છે ટ વજનનાં વહાણેા ખંભાતના બારામાં સામાન્ય ભરતી વખતે સહેલાઇથી આવી શકતાં. ગઈ સદીના છેલ્લા પાદમાં અને આ સદીના (૧૯મી ) મુંબાઈથી ઉત્તર ગુજરાતમાં આવતા અને જતા બ્રિટિશ લશ્કરને ખંભાત ઊતરવું પડતું. મુંબાઇથી આવતા લશ્કરને સુરત માટું થાણું છતાં ઉત્તર ગૂજરાતમાં જવા માટે ખંભાત જ વધારે ફાવતું. ઈ. સ. ૧૮૬૪માં મુંબાથી અમદાવાદ સુધીની રેલ્વે પૂરી થઈ ત્યાં સુધી લશ્કરી આવજા માટે ખંભાત બંદરના ઉપયાગ થયા કરતા. બ્રીઝ લખે છે કે ( ગઈ સદીના પૂર્વાર્ધ) સારી મેાસનમાં પચાસથી સાઠ ‘તેલા’ અને ‘ પડાવ’ જાતનાં વહાણુ ખંભાતમાં આવતાં; અને એ વખતે એટલે રેલ્વે થતાં પહેલાં લગભગ ૩૦ ‘ખતેલા' ખંભાતના વેપારીઓની માલિકીનાં હતાં.૭૮ રેલ્વે થયા પછી એકલા હિંદના કિનારાનું તેા નહિ; પણ સુએજથી ચીન સુધીના દરિયાઈ મહામાર્ગનું મધ્યસ્થ કેન્દ્ર જેવું ખંભાત એકાએક એકલું અટૂલું અને ખૂણામાં પડી ગયું. દરિયાઈ માર્ગના જ ઉપયેગ કમી થવાથી ગૂજરાતનાં બધાં બંદરાની સ્થિતિ ખરાબ થઈ ગઇ હતી. ખંભાતને દિરયા દૂર જવાથી ખાસ ખરાબ સંજોગો ઊભા થયા હતા તેથી એની સ્થિતિ પણ બગડી. એમ છતાં પણ અનાદિ કાળનું સમૃદ્ધ હોય એવું ભરૂચ ને સાપારા, તથા હિંદનું મેટામાં માટું બંદર સુરત કે જેમાં અંગ્રેજોએ પહેલી કાઠી કરી હતી, એ બ્રિટિશ હદનાં બંદર આજકાલના મુંબાઇને લીધે છેક બંધ જેવાં થઇ ગયાં એવું તે ખંભાતનું ન થયું. કારણકે ખંભાત નાનું પણ સ્વતંત્ર દેશીરાજ્ય હતું અને એના રાજ્યકર્તાઓને પોતાના બંદરને સમૃદ્ધ થતું જોવાની અભિલાષા હતી તેમજ આવકનું પણ સાધન હતું. ઈ.સ. ૧૮૭૮માં ગૂજરાતમાં દુકાળને લીધે અનાજની મેટી આયાત ખંભાત મારફતે થઇ હતી અને ખાલી વહાણ સસ્તું નુરે તમાકુ અને કપાસ લઇ ગયાં હતાં. અમદાવાદની પહેલી કાપડ સુતરની ભીલ (૧૮૫૯ ) કાઢનાર રાવબહાદુર રણછેાડલાલ છેટાલાલે—જેમને પ્રથમ વિચાર અમલમાં આવ્યા હૈાત તે આખા હિંદમાં પ્રથમ મીલ કરવાનું માન પ્રાપ્ત કરત (૧૮૪૬–૪૮ )—અમદાવાદમાં પહેલી શાહપુરમાં મીલ કરી ત્યારે એના સાંચા અને એન્જીન ખંભાતમાં દરિયા માર્ગે ઊતર્યાં હતાં અને અમદાવાદ સુધી મુંબાથી સીધીટ્રેન ન હેાવાથી ગાડાંમાં ઘાલી પુરાણે જમીન માર્ગે અમદાવાદ લઇ ગયા હતા.૩૯ આમ્બે બરાડા રેલ્વે અમદાવાદ સાથે જોડાઈ (૧૮૬૪) ત્યાં સુધી મુંબાઈ અને ખંભાત તથા કિનારાનાં બંદરા વચ્ચે વહાણો ઉપરાંત નાની આગાટા પણ ચાલતી હતી. સુરતવાળા નસરવાનજી પેસ્તનજી વકીલ ઈ.સ. ૧૮૫૨થી ૧૮૬૫ સુધી મુંબાઈ, સુરત, ખંભાત અને ધોધાની વચ્ચે ચલાવતા હતા. આ આગોટ એમણે મુંબાઇથી ખરીદ કરી હતી અને તેનું નામ ‘લવજી પ્રેમીલી’ ૩૮ Brigge's cities of Gujrastra Chap. VIII. ૩૯ ભગવાનલાલ બાદશાહ કૃત ર. છે. નું જીવનચરિત્ર નુ 2. નું પાટનગર. વેપાર ઉદ્યોગનું પ્રકરણ, For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy