SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વેપાર અને વહાણવટું ૧૧૭ દાંતને સામાન, અને કાપડ એ મુખ્ય નિકાશ હતીસદીના આખરના ભાગમાં વણાટકામ ઓછું થયું હતું અને એકંદરે ધંધા પડી ગયા હતા, છતાં જાવું રંગીન કાપડ મોટા પ્રમાણમાં આફ્રિકા જતું. મીઠું અને તમાકુ પણ નિકાશ થતાં. ગળીને વેપાર બંધ થયો હતો, કારણકે એમાં ભેગ ઘણે થત હતું. આ સદીમાં દરબારી નૌકાસૈન્ય હશે એમ સમજાય છે. રેલ્બર્ટ અસ્કન લખે છે (ખંભાતથી) કે ઇ. સ. ૧૮૫૭માં નવાબનું નૌકા સૈન્ય વિરુદ્ધ ઇરાદાથી ઉપડયું છે. (Govt. Rec. ) ઓગણીસમી સદી ઓગણીસમી સદીમાં ખંભાતને વેપાર ઘણો ઓછો થઈ ગયો હતો. ઘી, નારિયેળ, અકીકનો સામાન, કપાસ, કપાસિયા, સૂતર, સૂકો મેવો રંગ, દાણા, કરિયાણું, હાથીદાંત અને તેનો સામાન, મહુડાં, દીવાસળી, ધાતુઓ, ગોળ, તેલ, તેલીબી, કાપડ, મીઠું, રેશમ, સાબુ પથ્થર, ખાંડ, ઈમારતી લાકડું, તમાકુ અને લાકડાના ચૂડા એટલી વસ્તુઓની આવકજાવક થઈ હતી. ઈ.સ. ૧૮૭૭૮ ના વર્ષમાં કુલ આયાત રૂ. ૧૩૧૭૨૯૦ની અને કુલ નિકાશ રૂ. ૯૦૦૧૭૦ના માલની થઈ હતી. આમાં મોટે ભાગે ખંભાતમાં વપરાતી ચીજોનો સમાવેશ થાય છે. બહારનો વેપાર પહેલાં સાથે સરખાવતાં નહિ જેવો થઈ ગયો હતો. આમાં કાપડના આંકડા જાણવા જેવા છે. ઈ. સ. ૧૮૩૮૪૦માં કાપડની આયાત રૂ. ૧૫૬પ૦ની; નિકાશ રૂા. ૧૫૮૨૭૦ની; ઈ. સ. ૧૮૭૪-૭૫માં આયાત રૂા. ૭૧ર૦ અને નિકાશ રૂા. ૧૩રર૦૦ની; અને ઈ.સ. ૧૮૭૭-૭૮માં આયાત રૂ. ૧૮૧૨૩૦ની અને નિકાશ રૂા. ૧૯૧૦ની થઈ હતી. આ આંકડા એકલા ખંભાતની નહિ પણ આખા દેશની કાપડ પર ઘણી શોકજનક સ્થિતિ વ્યક્ત કરે છે. ઓગણીસમી સદીના છેલ્લા પાદમાં આયાત કેટલી વધી અને નિકાશ કેટલી ઓછી થઈ ગઈ એ પરદેશી કાપડ કેટલું વધુ પ્રમાણમાં આવ્યું એ બતાવે છે. ખંભાતને પરદેશીઓ “દુનિયાનું વસ્ત્ર' કહેતા. એની સ્થિતિ એકથી દોઢ સૈકામાં એવી થઈ કે એને પિતાને માટે વસ્ત્ર પરદેશથી લાવવાનો વખત આવ્યા. આની શરૂઆત ઇ. સ. ૧૮રમાં અમદાવાદમાં ડો. ગીલ્ડર નામના માણસે વિલાયતી સૂતર લાવીને કરી હતી. અને ઘણાં વર્ષો સુધી ગૂજરાતમાં વિલાયતી કાપડ અને સૂતર “દાક્તરી” સૂતર અને કાપડ તરીકે ઓળખાતું.૩૬ એગણુસમી સદીનું વહાણવટું અને વેપાર ઇ.સ. ૧૮૭૮માં ખંભાત બંદરમાં નાનામેટાં મળી કુલ પ૬૬ વહાણ આવેલાં, અને એનું કુલ વજન આખા વર્ષનું દસ હજાર ટન થાય. તેમાં ૬૧ કચ્છથી આવ્યાં, ૫૮ કાઠિયાવાડથી આવ્યાં, ૨૫ પોર્ટુગીઝ બંદરેથી આવ્યાં, ૨૪૮ ગુજરાતનાં બીજાં બંદરોથી આવ્યાં, ૧૩૪ મુંબાઈથી આવ્યાં અને ૪૦ કેકણથી આવ્યાં. નવાઇની વાત એ છે કે આમાં હિંદ બહારનું એક બંદર તે નથી પણ ૩૫ Bom. Gaz. VI. P. 196. ખંભાતની આયાત-નિકાસને એક કઠો ગેઝેટીઅરના લેખકે ઈ. સ. ૧૮૩૯-૪૦, ૧૮૭૪-૭૫, અને ૧૮૭૭-૭૮ના વર્ષોને આપેલો છે એ ઉપરથી ઉપર લખેલી ચીનની આયાત અને નિકાશની વધઘટ જણાશે. ૩૬ જુઓ ગૂજરાતનું પાટનગર અમદાવાદ' વેપારઉદ્યોગ પ્રકરણ. ઓગણીસમી સદીના મધ્ય ભાગના આયાત-નિકાશના આંકડા માટે જુઓ W. India By. A. Mackey P. P. 235-40, ૩૭ Bom. Gaz. VI. P. 197. એ પ્રમાણે કુલ ૫૬૩ વહાણ ખંભાતથી ઉપર જણાવેલાં બંદરોએ ગયાં. For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy