SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વતંત્ર સંસ્થાન ૮૧ ચાર છે।કરા હતા. મોટા સયાજીરાવમાં બહુ સામર્થ્ય ન હાવાથી પેશ્વાએ ખીજા ગાવિંદરાવના પક્ષ ખેંચ્યેા. છેક નાના તેહસિંહરાવે પેાતે સયાજીરાવના નાયબ તરીકે રહી મેાટાભાઇના પક્ષ તાણ્યા. મેામીનખાને પણ ફતેહસિંહના પક્ષમાં રહેવાનું ઠીક ધાર્યું તેથી પેશ્વા સાથે સંબંધ બગડયા. આ બાબતમાં પેશ્વાની હાર થઇ અને જ્યારે રધુનાથરાવ પેશ્વા હાર ખાઇને ખંભાત બાજુ આવ્યા ત્યારે મામીનખાને એને ખંભાતમાં ન પેસવા દીધા તેથી એ ભાવનગર થઇને મુંબાઇ ગયેા.૫૮ ઈ.સ. ૧૭૭૪માં અંગ્રેજોની મદદથી મામીનખાને પેાતાનું અપમાન કરેલું તેનું વેર વાળવા તે ખંભાત આવ્યા. એણે અંગ્રેજ સેનાપતિને કહ્યું કે મેામીનખાનનું શહેર પડાવી લ્યેા. અંગ્રેજોને એટલું બધું કરવાનું કાંઈ ખાસ કારણ દેખાયું નહિ, અને મરાઠાઓની સામે ગૂજરાતમાં બીજી સત્તા હાય તે સારૂં એમ પણ ધાર્યું. ખંભાતના રેસિડેન્ટ સર ચાર્લ્સ મૅલેટે રઘુનાથરાવને મેામીનખાન ઉપરનું વેર ભૂલી જવા અને એને ભેટ વગેરેથી સંતાપવા સલાહ આપી. થાડા વખત પછી અંગ્રેજતી રાજનીતિ બદલાઇ અને ફતેહસિંહ સાથેના વિરાધ છે।ડી દીધા. અંગ્રેજોની લાગવગ ઊતરી ગયા પછી મેામીનખાને ફતેહસિંહ સાથે ફરી સલાહ કરીને ગાવિંદરાવ સામેની એની લડતમાં મદદ કરી (ઇ.સ. ૧૭૭૭). એ અરસામાં ફતેહસિંહે મેામીનખાનને કાઠીઓના હુમલા અટકાવવા કહ્યું અને મેામીનખાને કાઠીઓને સાબરમતીથી પૂર્વે આવતા અટકાવ્યા, જેના બદલામાં મેામીનખાનને૯,૦૦૦ની આવકનાં છ ગામ મળ્યાં. આ કરાર છતાં મેામીનખાને કાઠીઓ સાથે પણ સંબંધ રાખ્યા હતા. પણ મરાઠાઓ સાથેના મામીનખાનના સંબંધ ખબર પડતાં કાઠીઓએ ખંભાતનાં ગામડાં લૂંટત્યાં. એટલે મેામીનખાનને એમની સાથેને સંબંધ ઠંડી દઇ સાબરમતીના પૂર્વ કિનારે ૧૫૦૦ પાયદળ અને ૫૦૦ સવાર રાખવા પડ્યા. આ લશ્કરના ખર્ચ પહેલાં મળેલી ગામડાંની આવક કરતાં વધારે થવાથી ક્તેહસિંહ પાસેથી બીજા ૨૦,૦૦૦રૂપિયા લીધા. એમાં ૯,૦૦૦ તેહસિંહ પાસેથી, ૧૦,૦૦૦ પેશ્વા પાસેથી અને ૨૫,૦૦ માતર તાલુકાની આવકમાંથી લેવાના હતા. ઈ.સ. ૧૭૮૦માં અંગ્રેજોએ અમદાવાદ જીત્યા પછી ફતેહસિંહને પેશ્વાના મહી નદીની ઉત્તરના ભાગ મળ્યા એટલે એણે ખંભાતની ખંડણી છેાડી દીધી. આમાં અંગ્રેજોના હાથ હોવાથી બદલામાં મેામીનખાને અંગ્રેજોને ખંભાતના બંદરજકાતના દરવાજાના હક્ક સોંપ્યા. આ દરવાજાનો હક્ક ઈ.સ. ૧૭૮૩માં પાછો મળ્યેા. એ પછી સાલબાઈના કરારનામામાં પેશ્વાના ભાગ કરી નંખાયા. ઈ સ. ૧૭૮૨માં મિરઝાં તેમન દીવાનના ગયા પછી કુતખી ખાનુમ નામની એક સુંદર સ્ત્રીની લાગવગ મેામીનખાન ઉપર ધણી હતી.૫૯ એની સલાહથી પણ કરવેરાના ત્રાસ વધેલા. પણ એની સત્તા બહુ રહી નહિ. ઇ.સ. ૧૭૮૩માં પાંત્રીસ વર્ષનું લાંબું રાજ્ય કરી મેામીનખાન અવસાન પામ્યા.૬૦ આ વખતે ખંભાત શહેરની સ્થિતિ સારી નહોતી. લાક પાસે કરવેરાના પૈસા પણ નહોતા. અંગ્રેજી કોડીના દલાલ સિવાય કાઇનું મારું ઘર નહોતું. ૫૮ Bom. Gaz· VI. P. 23. પર એ જ પૃ. ૨૩૦-૩૧ કુતખી ખાતુમ મેામીનખાન ફ્રેલમીના કુટુંબની હતી. એની વિગત માટે જુએ એ જ પૃ. ૨૩૦ નાટ ૩. ૬૦ એ જ પૃ. ૨૩૧ અને નેટ ૧. For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy