________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
(૧૦) ત્યાંથી આવીને દસમે ભવે મંદર નામે ગામમાં છપ્પન લાખ પૂર્વના આયુષ્યવાળો અગ્નિભૂતિ દ્વિતીય કિ નામે બ્રાહ્મણ થયો. અંતે ત્રિદંડી થઈ, મૃત્યુ પામીને.
વ્યાખ્યાનમ્ (૧૧) અગીઆરમે ભવ સનકુમાર દેવલોકમાં મધ્યમ આયુષ્યવાળો દેવ થયો.
(૧૨) ત્યાંથી અવીને બારમે ભવે શ્વેતાંબી નગરીમાં ચુમ્માલીશ લાખ પૂર્વના આયુષ્યવાળો ભારદ્વાજ નામે બ્રાહ્મણ થયો. તે અંતે ત્રિદંડી થઈ, મૃત્યુ પામીને.
(૧૩) તેરમે ભવે માહેન્દ્ર દેવલોકમાં મધ્યમ સ્થિતિવાળો દેવ થયો.
(૧૪) ત્યાંથી અવીને કેટલોક કાલ ભવભ્રમણ કરી, ચૌદમે ભવે રાજગૃહી નગરીમાં ચોત્રીસ લાખ | પૂર્વના આયુષ્યવાળો સ્થાવર નામે બ્રાહ્મણ થયો. તે પણ અંતે ત્રિદંડી થઈ, મૃત્યુ પામીને.
(૧૫) પંદરમે ભવે બ્રહ્મદેવલોકમાં મધ્યમ સ્થિતિવાળો દેવ થયો.
(૧૬) ત્યાંથી આવીને ઘણો કાલ સંસારમાં પરિભ્રમણ કરી, સોળમે ભવે રાજગૃહનગરમાં વિશાખાભૂતિ અને નામે યુવરાજની ધારિણી નામે ભાર્યાની કુખે, કરોડ વરસના આયુષ્યવાળો વિશ્વભૂતિ નામે ક્ષત્રિય થયો. વિશ્વભૂતિ એક વખત પોતાના અંતઃપુર સાથે પુષ્પકરંડક નામના રમણીય ઉદ્યાનમાં ક્રીડા કરતો હતો, તે LA) જોઈ તેના કાકાના દીકરા વિશાખાનંદીને ઈર્ષ્યા આવી કે - જ્યાં સુધી વિશ્વભૂતિ ઉદ્યાનમાં છે ત્યાં સુધી |
For Private and Personal Use Only