________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
aણી
1 મધ્યમાં રહ્યા. (સત્તા) વીસ લાખ પૂર્વ સુધી કુમાર અવસ્થામાં રહીને ત્યાર પછી (તેઢિપુત્રસસિદરસારું
સપ્તમ ત્રેસઠ લાખ પૂર્વ સુધી (Mવાસમો વસ) રાજય અવસ્થાની મધ્યમાં રહ્યા. (તેઢિ વિસયસદસારું કામ વ્યાખ્યાનનું
Mવાસમત્તે સમાજ અને ત્રેસઠ લાખ પૂર્વ સુધી રાજય અવસ્થામાં રહેતા છતા શ્રી ઋષભદેવ પ્રભુએ (હાડ્યો નથMદારો સ૩૩પન્નવસારનો વાવર વન્ના) લેખનકલા છે આદિ જેઓમાં, ગણિત છે પ્રધાન જેઓમાં, અને શકુનરુત એટલે પક્ષીની ભાષા જાણવાની કલા છે અંતે જેઓમાં એવી પુરુષની બહોંતેર કલાઓનો; (વડદ્ધ મહિલા) તથા સ્ત્રીઓની ચોસઠ કલાઓનો ઉપદેશ કર્યો, એટલે તે કલાઓ શીખવી. (સિખસથે જ મા') વળી કર્મો એટલે કૃષિ-વાણિજ્યાદિ જીવનના ઉપાયોની મધ્યમાં કુંભાર વિગેરેનાં પૂર્વે કહેલ સો શિલ્પોનો પ્રભુએ ઉપદેશ કર્યો એટલે શીખવ્યાં. આચાર્યના ઉપદેશ વગર ઉત્પન્ન થયેલ તે કર્મ, અને આચાર્યના ઉપદેશથી થયેલ તે શિલ્પ સમજવાં; આ પ્રમાણે કર્મો અને શિલ્પમાં તફાવત છે. કર્મ તો અનુક્રમે પોતાની મેળે જ ઉત્પન્ન થયાં છે, પ્રભુએ તો સો શિલ્પો જ શીખવ્યાં છે. વિ પાહિયા, રિસ) આ પ્રમાણે પુરુષની બહોતેર કલાઓ, સ્ત્રીઓની ચોસઠ કલાઓ, અને સો શિલ્પો, એ ત્રણ વસ્તુનો પ્રભુએ પ્રજાના હિતને માટે ઉપદેશ કર્યો.
પુરુષની બહોંતેર કલાઓ આ પ્રમાણે-લેખન, ગણિત, ગીત, નૃત્ય, વાઘ, પઠન, શિક્ષા, જ્યોતિષ, ૧. શીખામણ આપવી, શિક્ષા કરવી.
૪૭૯
For Private and Personal Use Only