________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
જે વિજ્ઞાનનો આધાર આત્મા નામનો પદાર્થ શરીરથી પૃથફ માને છે તે આત્મા નામનો પદાર્થ શરીરથી પૃથક
ષષ્ઠ નથી. જેમ મદિરાના અંગોમાંથી મદશક્તિઉત્પન્ન થાય છે, તેમ શરીરરૂપે પરિણમેલા પાંચ ભૂતોમાંથી વ્યાખ્યાનમ્ ચૈતન્યશક્તિ ઉત્પન્ન થાય છે. આવી રીતે શરીરરૂપે પરિણમેલા પાંચ ભૂતોમાંથી વિજ્ઞાનનો સમુદાય ઉત્પન્ન થઈને, પછી જ્યારે પરિણમેલાં પાંચ ભૂતોનો વિનાશ થાય છે ત્યારે, વિજ્ઞાનનો સમુદાય પણ જળમાં પરપોટાની જેમ તે ભૂતોમાંજ લય પામે છે આવી રીતે ભૂતોના સમુદાયરૂય શરીરમાંથી ચૈતન્ય ઉત્પન્ન થતું હોવાથી તે ચૈતન્યનો આધાર શરીર છે, તેથી લોકો જે આત્મા શબ્દથી બોલે છે તે આત્મા શરીરથી ભિન્ન આત્મા જ નથી. તેથી વેદવાક્યમાં કહ્યું છે કે - (પ્રત્યસંજ્ઞાતિ) એટલે શરીર અને આત્માની પૃથક્સજ્ઞા નથી, પણ શરીર એ જ આત્મા છે. પણ વળી ‘ભૂતોના સમુદાયરૂપ શરીરથી આત્મા ભિન્ન છે' એમ જણાવનારાં બીજાં વેદપદો દેખી તું સંશયમાં પડ્યો છે કે - શરીર એજ આત્મા છે કે શરીરથી ભિન્ન આત્મા છે?”
આત્મા શરીરથી ભિન્ન છે એમ જણાવનારાં નીચેનાં વેદપદો છે - “सत्येन लभ्यस्तपसा ह्येष ब्रह्मचर्येण नित्यं ज्योतिर्मयो हि शुद्धो, यं पश्यन्ति धीरा यतय: संयतात्मानः ।"
“(સત્યેન નસ્તપસ હોવ ત્રહાર્થે નિત્યં તિર્મયો હિ શુજો) એટલે હંમેશાં જ્યોતિર્મય અને શુદ્ધ વિ એવો આ આત્મા સત્ય, તપસ્યા અને બ્રહ્મચર્ય વડે જણાય છે; (પરિ ધરા વતિય સંતાત્માનE) એટલે
– ૩૬૦
For Private and Personal Use Only