SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandit TAN કલ્પસૂત્ર ભાષાંતર વ્યાખ્યાન કે કર્મ છે'. સંશય નષ્ટ થતાં અગ્નિભૂતિએ પોતાના પાંચસો શિષ્યો સાથે તે જ વખતે પ્રભુ પાસે દીક્ષા ફિ લીધી. ઇતિ દ્વિતીયો ગણધરઃ || આવી રીતે ઇન્દ્રભૂતિ અને અગ્નિભૂતિને દીક્ષિત થયેલા સાંભળી ત્રીજા ભાઈ વાયુભૂતિએ વિચાર્યું કે - “જેના ઇન્દ્રભૂતિ અને અગ્નિભૂતિ શિષ્ય થયા તે મારે પણ પૂજય જ છે, તેથી હું પણ તેમની પાસે જાઉં, અને મારો સંશય પુછું”. આ પ્રમાણે વિચાર કરી તે વાયુભૂતિ પોતાના પાંચસો શિષ્યોના પરિવાર સાથે પ્રભુ પાસે આવ્યો. પ્રભુએ તેને ગોત્ર અને નામ કહેવા પૂર્વક બોલાવ્યો કે - “હે ગૌતમ વાયુભૂતિ ! તને એવો સંશય છે કે આ શરીર છે એ જ આત્મા છે કે શરીરથી ભિન્ન આત્મા હ છે?' આ સંશય તને પરસ્પર વિરુદ્ધ ભાસતા વેદવાક્યોથી થયો છે. "विज्ञानघन एवैतेभ्योः भूतेभ्यः समुत्थाय तान्येवाऽनु विनश्यति, न प्रेत्यसंज्ञाऽस्ति" । “ઉપરના વેદવાક્યથી તું જાણે છે કે – શરીરથી ભિન્ન એવો આત્મા નથી, પણ શરીર એ જ આત્મા છે. તેનો અર્થ તું આ પ્રમાણે કરે છે -(વિજ્ઞાનધન ) એટલે વિજ્ઞાનનો સમુદાય જ (ક્તો મૂખ્ય સમુત્યાય) આ પૃથ્વી વિગેરે પાંચ ભૂતોમાંથી ઉત્પન્ન થઈને (તાજોવાડનુ વિનશ્યતિ) પાછો તે ભૂતોમાં જ લય પામે છે; વિજ્ઞાનનો સમુદાય જ ઉત્પન્ન થાય છે, તેથી વિજ્ઞાનનો આધાર પાંચ ભૂતો જ છે, પણ આત્માને શરીરથી પૃથકમાનવાવાળા ૩પ૯ For Private and Personal Use Only
SR No.020432
Book TitleKalpasutra
Original Sutra AuthorN/A
AuthorRajkirtisagar
PublisherSubodh Shreni Prakashan
Publication Year2003
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy